આજકાલના યુવાનોમાં રિલ્સનો ચસ્કો એટલો બધાં વધી રહ્યો છે કે, તેઓ મોતથી પણ ડરતા નથી. આ બધાં વચ્ચે સુરત શહેરના પાર્સિંગ વાળી ગાડી પર બે કપલનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં બ્લુ કલરના સ્પોર્ટ્સ બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે.
સોશ્યિલ મીડિયમાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્યારેક યુવક બાઈક ચલાવે છે તો ક્યારે યુવતી બાઈક ચલાવતી જોવા મળે છે. આ વાત અંહી અટકતી નથી પણ બંને જણા એકબીજાને ચાલું બાઈક પર કિસ પણ કરતા નજરે પડે છે.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે વાયરલ વીડિયો મુદ્દે તપાસ શરૂ કરી છે પણ રિલ્સમાં મશગુલ કપલ ક્યારે પકડમાં આવે છે તે જવું મહત્વનું છે.