ગુજરાતના વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો થતાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા જણાઈ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી જોવા મળ્યું જ્યારે ગાંધીનગર જિલ્લામાં 17.8 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી નલીયા શહેરમાં નોંધાયું હતું. આગામી સમયમાં તાપમાનમાં હજુ એકથી બે ડિગ્રી ઘટાડો થવાની શક્યતા જણાઈ રહી છે. તાપમાન ઘટતા ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.