ગુજરાતમાં નકલીની ભરમાર યથાવત છે. પોલીસે એક આરોપી કે અધિકારીને પકડી જેલમાં પૂરે ત્યાં સુધી તો બીજો કાંડ સામે આવી જાય છે. આ બધાં વચ્ચે રાજપીપળામાં “મા કામલ નર્સિંગ” કોલેજ બોગસ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર કોલેજ પાસે નથી ગુજરાત સરકારની કોઈ માન્યતા ! કોલેજ તરફથી વિદ્યાર્થીઓને દસ્તાવેજ ન આપતા MLA ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી ન્યાયની માગ કરી રહ્યા છે.
આ ઉપરાંત કોલેજ દ્વારા જમા કરવામાં આવેલા વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજ પરત આપો તેવી માગ કરવામાં આવી છે. તેમજ “પરીક્ષા આપવા દેવામાં નહીં આવે તો ફી પરત કરો તેવી પણ માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને”સરકાર માન્ય GNM કોલેજમાં ભણતર આપો તેવી માગણી કરાઈ છે.
આ તમામ માંગણીઓ મુદ્દે પોલીસ અધિક્ષકે ઉકેલની બાંહેધરી આપી છે. આ મામલે કોલેજનું કહેવું છેકે, તેમની પાસે કર્ણાટકનું એફિલેશન છે ! બીજા રાજ્યથી સંલગ્ન કોલેજ ગુજરાતમાં ચાલતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.