જો તમે પણ વોટ્સએપ વાપરી રહ્યા છે. તો જરા ધ્યાન રાખજો કારણ કે આજકાલ કેટલાક ભેજાબાજ પોતાની બુદ્ધિથી વોટ્સએપ હેક કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે મધ્યપ્રદેશના બદરા ગામમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલો મહાશય શાળા અને કોલેજની યુવતીઓનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરવામાં નંબર વન હતો. આ શખ્સે અત્યાર સુધી વિવિધ રાજ્યોની 100થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડીની આચરી હોવાની કબૂલાત કરી છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ તથા મોબાઈલ નંબરની તપાસ કરતા આરોપી પાસેથી 2 મોબાઈલ, 2-2 ચેકબુક અને પાસબુક, 11 સીમકાર્ડ અને 12 ડેબિટ કાર્ડ જપ્ત કરી પોલીસે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.