વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાગ્યા ગંભીર આરોપ. પોતાની કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે રૂપિયા 2,236 કરોડ લાંચ આપ્યાનો આરોપ લાગતા સમગ્ર વિશ્વમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. અને એજ્યોર પાવર ગ્લોબલ લિ. સામે આરોપ કરવામાં આવ્યા છે. અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા આ આરોપ લગાવાયા છે.
ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી સહિત સાત સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પોતાની રિન્યુએબલ એનર્જીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે કરોડો રૂપિયાની લાંચ આપી હોવાની માહિતી સામે આવી છે. ભારતના સરકારી અધિકારીઓને લાંચ પેટે રૂપિયા 265 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. લાંચની રકમ વર્ષ 2020થી 2024 વચ્ચે અપાયાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ગંભીર આરોપ બાદ અદાણી ગ્રૂપે મીડિયો સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. જેમાં જણાવ્યું છેકે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ દ્વારા કરાયેલા આક્ષેપો અને અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધ એક્સચેન્જ કમિશન પાયાવિહોણું. “તપાસમાં જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપો અને પ્રતિવાદીઓ નિર્દોષ માનવામાં આવે છે.