નસવાડી જૂથ પાણી પુરવઠામાં કામ કરતા કામદારોનું શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે કામદારો આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેનુ એજન્સી દ્વારા ખુલાસો આપવામાં આવ્યો.જેમાં પૂજા કંસ્ટ્રકશન કંપની રાજકોટને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરની કચેરી હસ્તકની કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ છોટાઉદેપુર દ્વારા નસવાડી જુથ પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી સરકારના નિયમોનુસાર ટેન્ડરની પ્રક્રિયાથી તા.૧૪/૩/૨૪ થી સોંપવામાં આવેલ છે. અમોએ તા.૧૪/૩/૨૪થી હવાલો સંભાળી લીધા પછી લગભગ ૦૮ માસ જેટલો સમયગાળો ગયા પછી પુરાવા વગરના આક્ષેપો સંદર્ભમાં ટાંકેલ આવેદન પત્રથી કામદારોએ કરેલા છે. જો આવેદન પત્રમાં જણાવેલ આક્ષેપો સાચા હોય તો આ જાગૃત કામદારોએ ૦૮ માસ સુધી આપની કક્ષાએ તથા અન્ય સક્ષમ કક્ષાએ લેખિતમાં રજુઆત કેમ ન કરી હતી ? કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ છોટાઉદેપુરની કચેરી દ્વારા અમોને કામગીરી સોંપવામાં આવેલ છે તે બાબત આવેદન પત્રમાં સહી કરનાર કામદારો સપેરે જાણતા હોવા છતાં પણ કોઈ લેખિત રજુઆત તે કચેરીમાં તેઓએ કરેલ નથી કે તે કચેરી દ્વારા પણ અમોને નોટીસ આપવામાં આવેલ નથી. ૦૮ માસના સમયગાળા દરમિયાન અમોએ નિયમિત પગાર ચુકવ્યો અને ત્યારબાદ તેમના આક્ષેપો મુજબ અમોએ કાર્યવાહી કરી તેવું તેમના આવેદન પત્ર પરથી ફલિત થાય છે. જે બાબત તાર્કિક રીતે યોગ્ય જણાતી નથી.
આ યોજનામાં કૂલ ૮૯ કામદારો ફરજ બજાવે છે. જે પૈકી ૩૯ કામદારોએ આવેદન પત્રમાં સહી કરી છે. આવેદન પત્ર આપનાર કામદારોએ આવેદન પત્રમાં કરેલ આક્ષેપ સાચા હોય તો બાકીના ૫૦ કામદારોએ આવેદન પત્રમાં સહી કરી નથી. જે બતાવે છે કે, આશરે ૫૭ ટકા કામદારો આક્ષેપ સાથે સહમંત નથી.
સદર જુથ યોજનામાં ૮૯ કામદારો ફરજ બજાવે છે. જે પૈકી સંદર્ભમાં ટાંકેલ તારીખ વગરના આવેદન પત્ર દ્વારા કેટલાક કામદારોએ તેમને લઘુતમ વેતનધારા મુજબ અમારા દ્વારા વેતન ચુકવવામાં આવતું નથી તેવી આપની કચેરીમાં રજુઆત કરેલો છે, તે સંદર્ભે જણાવવાનું કે અમારા દ્વારા તમામ કામદારોનું લઘુતમ વેતનધારા મુજબ પુરેપુરૂ વેતન તેમની બેંકના બચત ખાતામાં દર માસની ૧૦મી તારીખ સુધીમાં ટેન્ડરની શરતો મુજબ કરવામાં આવે છે. આ કામદારોનો સરકારના નિયમો મુજબ કામદારોનો પ્રોવીડન્ડ ફંડ પણ કાપીને તેમના ફંડના ખાતામાં જમા કરવામાં આવે છે.
ઓક્ટોબર-૨૦૨૪ ના માસનો એટલે કે (તા.૧/૧૦/૨૪ થી તા.૩૧/૧૦/૨૪ સુધીના સમયગાળાનો) પગાર નિયમો મુજબ એટલે કે ટેન્ડરની શરતો મુજબ, સરકારના લઘુતમ વેતનધારા અને એમ્પ્લોયર પ્રોવિડન્ડ ફંડ ધારા મુજબ કરેલ છે. જેના પુરાવાના ભાગ રૂપે અમે પૂજા કંસ્ટ્રકશન કંપનીએ બનાવેલ પગાર પત્રક અને તે પત્રક મુજબ અમારા ખાતામાંથી દરેક કામદારના ખાતામાં જમા થયેલ પગારનું એક્સિસ બેંક લિ. રાજકોટ દ્વારા બનાવવામાં આવેલ બેંક દ્વારા ચુકવેલ પગારનું પત્રક તથા કામદારોના કાપેલ પી.એફ. ના નાણાં જમા કરાવ્યાની પી.એફ. ની રીસીપ્ટ આ સાથે જાણ સારૂ બિડેલ છે.
સદર તારીખ વગરના કામદારોના આવેદન પત્રમાં તેઓએ સરકારની વિવિધ કચેરીઓ જેવી કે,
૧. નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, બોડેલી
૨. કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, છોટાઉદેપુર
૩. જિલ્લા લેબલ ઓફીસર, છોટાઉદેપુર
૪. વિઝિલન્સ અધિકારીશ્રી,
૫. આપ સરકારશ્રીઓ
ઉપર લાંચ અને ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરેલા છે. કોઈની ઉપર લાંચ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા પહેલાં તે અંગેના પુરાવાઓ આવેદન પત્ર સાથે જોડવા જરૂરી છે. અન્યથા પાયાવિહોણા આક્ષેપો માટે માનહાની ભંગની કાર્યવાહી પણ તેમની સામે થવી જોઈએ એવું અમારૂ મંતવ્ય છે.
અમારા કિસ્સામાં પણ આધારપુરાવા વગરના પાયાવિહોણા આક્ષેપો કરી અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડેલ છે. જે બાબત આપની કચેરી દ્વારા અમારો ખુલાસો પુછવામાં આવે તે પહેલા અમો અમારી રજુઆત કરીએ છીએ.
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા પાણીનુ વિતરણ સુરૂચિત થાય અને લાભાર્થીઓને પાણી સમયસર મળે તે હેતુસર કામદારોને ફરજની સ્થળ પરથી ફોટા પાડી કરેલ કામગીરી બાબતના પુરાવા બોર્ડ દ્વારા વિકસાવેલ મોબાઈલ એપ્લીકેશનમાં અપલોડ કરવાના હોય છે. જેથી સરકાર રોજબરોજની થતી કામગીરી ઉપર દૈનિક નિરીક્ષણ રાખી શકે. કામદારો દ્વારા તેમને સોંપવામાં આવેલ કામગીરી દૈનિક ધોરણે નિયમિત કરેલ છે કે નહીં તેની ચકાસણી આવેદન પત્રમાં સહી કરનાર કામદારોની મોબાઈલ એપ્લીકેશન ચેક કરવાથી પુરાવા મળી શકશે.
કામદારોની ફરજ પરની ગેરહાજરી તથા નિષકાળજીના કારણોસર પંપીગ મશીનરી વારંવાર
બગડી જવાથી રીપેરીંગની કામગીરી વારંવાર કરવી પડે છે. જેને કારણે અમારે આર્થિક નુકસાન પર નભવુ પડે છે. કામદારો તેમની ફરજ સતર્કતાથી કરતા હોય તો બિનજરૂરી આર્થિક નુકસાનથી બચી શકાય. તેવું અમારૂ માનવું છે.
આવેદન પત્રમાં સહી કરનાર કામદારોની મોબાઈલ એપ્લીકેશન તા.૧૪/૩/૨૪ થી આજદીન સુધીની ચેક કરી એપ્લીકેશનનો ઉપયોગ ફરજ પરના સ્થળ પર જઈ કેટલી વખત કરેલ છે તે ચેક કરવાથી કામદારોની કરેલ કામગીરીની તથા હાજરીની વિગત મળી શકશે.
આવેદન આપનાર કામદારોને અમારા દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ એપ્લીકેશનમાં રોજબરોજની કામગીરીની માહિતી અપલોડ કરવાનું દબાણ કરવામાં આવતા આ કામદારોએ પાયાવિહોણા આક્ષેપો કરેલ છે.
પાણીપુરવઠાની કામગીરી સરકારની આવશ્યક સેવાઓમાં આવે છે. પાણી પુરવઠાની કામગીરી દરરોજ નિયમિત કરવાની થાય છે. આવેદન પત્રમાં સહી કરનાર કામદારો અગાઉથી કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તેમની ફરજ પર અચાનક ગેરહાજર રહેતાં લાભાર્થીઓને સમયસર પાણી પુરૂ પાડવાની કામગીરી ખોરંભે પડે છે. અચાનક ગેરહાજર રહેનાર કામદારની બદલીમાં તેની ગેરહાજરી દરમિયાન તાત્કાલિક નવો કામદાર શોધીને તે કામગીરી કરવામાં મુશકેલી પડે છે. તેમજ ગેરહાજર રહેનાર કામદારની કામગીરી તેના સાથી કામદારને પાસેથી લેવાનો પ્રત્યત્ન કરતા તેના સાથી કામદારો નારાજ થાય છે. જેથી આ યોજનામાં કામ કરતા કામદારોએ રજા પર જતાં પહેલાં અથવા ફરજનું સ્થળ છોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરીને અમોને લેખિતમાં જાણ કરી રજા પર જવાનું થાય છે. આવેદન પત્રમાં સહી કરનાર કામદારોને આ નિયમોનું અમારા દ્વારા પાલન કરવાનું આગ્રહ રાખવામાં આવતા કામદારોએ નિયમિત ફરજ બજાવવાને બદલે અમારા પર પાયાવિહોણા આક્ષેપો કરવાનું ચાલુ કરેલ છે.
ઉપરોક્ત અમારી રજુઆત ધ્યાને લઈને કામદારોએ આપેલ તારીખ વગરના આવેદન પત્ર અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
ખુલાસોનો વીડિયો જુઓ………..