15 C
Ahmedabad
Sunday, December 8, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

મહારાષ્ટ્રમાં મહાયુતિને બહુમતી મળી ભાજપમાંથી કોણ બનશે મુખ્યમંત્રી ?


શનિવારનો દિવસે મહારાષ્ટ્ર વાસીઓ માટે ખૂબજ મહત્વનો દિવસ માનવામાં આવે છે કારણે કે, આજે  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ચૂટણી પરિણામાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ આણિ મંડળીનો NDA-રથ સૌથી આગળ ચાલી રહ્યો છે, ભાજપ એકલે હાથે સરકાર બનાવી શકે એવા આંકડા આવી રહ્યા છે. જો એમ થશે તો શું એકનાથ શિંદેના હાથમાંથી મુખ્યમંત્રી પદ સરકી જશે? શું ભાજપના જ કોઈ નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બિરાજમાન થશે? જો કે આ મહાયુતિની સફળતા પછી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમને બેઠકો વધુ મળી એનો અર્થ એ નથી કે, હું જ મુખ્યમંત્રી. હવે ત્રણેય પક્ષ ભેગા થઈને મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરશે.

મહારાષ્ટ્રમાં ભાજપનો ભગવો

સ્ટોરી લખાય રહી છે તે વખતે NDA 217 સીટો પર આગળ છે, જેમાં એકલું ભાજપ 124 સીટો પર આગળ છે. શિવસેના 55 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર આગળ છે. મહાવિકાસ આઘાડી 67 બેઠકો પર બહુમત ધરાવી રહ્યું છે.અત્યારે જે વલણ ચાલુ છે એ જ જો છેવટના પરિણામમાં પલ્ટાશે તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને એ પોતાના દમ પર સરકાર બનાવી શકશે. એની સીધી અસર એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પર પડશે.

અન્ય સાથી પક્ષોનું શું થશે ?

સાથી પક્ષોના ઓશિયાળા નહીં રહેવું પડે તો શિવસેના અને એનસીપીના હાથમાં મોટા મંત્રી પદો નહીં આવે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં ભાજપ પોતાના પક્ષની વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવશે અને અન્ય મહત્ત્વના ખાતાં પણ પોતાની પાસે જ રાખશે. ભાજપનું નાક દબાવીને મનગમતાં પદ મેળવી લેવાની સોદાબાજી કરવાની તક આ વખતે શિવસેના અને એનસીપી પાસે નહીં રહે.

વર્તમાન સીએમ એકનાથ નું શું થશે?

વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શું થશે? તેમને કદાચ દિલ્હી મોકલી દેવાશે અથવા તો ઉપ મુખ્યમંત્રી પદ અપાશે. પણ શું શિંદે એનો સ્વીકાર કરશે? એનસીપીના અજિત પવારે પણ ભાજપની મહેરબાનીથી જે કંઈ મળે એનાથી ચલાવી લેવાનો વારો આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!