બનાસકાંઠાની વાવ બેઠક પર આખરે ભાજપનો વટ પડ્યો.. જ્યારે કોંગ્રેસનું કમળ કરમાય ગયું છે. છેલ્લાં કેટલાક સમયથી વાવ બેઠકની વાત ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચાતી હતી. પરંતુ જ્યારે શનિવારે પેટાચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે વાવ બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે, વાવ બેઠક પર આખરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.
આમ તો ગુજરાતના રાજકારણમાં વાવ બેઠક ખૂબજ મહત્વની માનવામાં આવે છે. અને છેલ્લાં કેટલાક વર્ષાથી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજીની જીતથી વાવ બેઠક પરનું કોંગ્રેસનું કમળ કરમાય ગયું છે. અને ભાજપનો વટ પડ્યો છે તેવું કહી શકાય છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજીની ભવ્ય જીતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બીજી બાજુ વાવ બેઠકના કિંગ મેકર ગેની બેન ઠાકોરનો આ વખતે જાદુ ચાલ્યો નથી. જેના કારણે સાત વર્ષ બાદ આ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. વાવના મતદારોએ કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને જાકારો આપ્યો. છે. આ જીતને ગાંધીનગરના કમલમમાં તેમજ રાજ્યના અનેક શહેરોમાં જીતના વધામણાં કરાયા હતા. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. હતું. વાવ બેઠક જીતવી એ ભાજપ માટે હંમેશા કપરાં ચઢાણ રહ્યા હતા પરંતુ આ વાવમાં વિજયવાવટા ફરકાવી ભાજપ વધુ મજબૂત બની ગઈ છે.
વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લી ઘડીએ થોડા મતથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની જીત બદલ ઉમેદવારો અભિનંદન આપ્યા હતા. વિપરીત સંજોગોમાં દરેક કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડ્યા એમનો શક્તિએ આભાર માન્ય હતો.
તો બીજી તરફ કોંગ્રેસના પણ હારી ગયેલા નેતાએ ભાજપના ઉમેદવારને જીતના અભિનંદન આપ્યા હતા. સાથે ગેની બેને ઠાકોરે તો કહ્યું હતું કે, જ્યાં પણ કચાશ રહી ગઈ હશે ત્યા અભ્યાસ કરી આગામી ચૂંટણી માટે પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો સ્વરૂપજીએ આ જીતને જનતાની જીત ગણાવી હતી. તો અલ્પેશ ઠાકોરે પણ જીતના અભિનંદન આપ્યા હતા.