કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો કિશોર આરોપીની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તાપી દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવામાં આવ્યું હતું. જે અંતર્ગત એન.જી પાંચાણી, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, LCB તાપીના સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ જે.બી.આહિર, એલ.સી બી. તાપી અને LCB તાપીના માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
ત્યારે એ.એસ.આઈ ગણપત રૂપસિંહ તથા વિનોદ પ્રતાપને ખાનગી રાહે બાતમી મળતા ઈન્દુ બ્રિજ પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. 23/2017 ઈ.પી.કો. કલમ-354 બીડી. પ07 તથા ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ સને-2012ની કલમ-12,18 મુજબના ગુનાના કામે સંડોવાયેલા અને છેલ્લાં સાત વર્ષથી નાસતા ફરતા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને તારીખ 23/11/24ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીને વધુ તપાસ માટે કાકરાપાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર ટીમ:———
ઈન્ચાર્જ પો.ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી, એલ.સી.બી તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.બી.આહિર, એલ,સી.બી તથા એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા હેડ.કો.વિનોદ પ્રતાપ, હે.કો.ધર્મેશ મગન, પો.કો.અરૂણ જાલસીંગ અને અ.પો.કો. રોનક સ્ટીવન્સની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસ કાયદેસરની તપાસ હાથ ધરી છે.