અમદાવાદમાં રવિવારે AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો હતો. અમદાવાદ શહેરની કુવૈસ પ્રાથમિક શાળામાં પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ-અલગ આવતા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
શહેરની કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો વચ્ચે પરીક્ષાનો સમય બપોરે ૧૨:૩૦ વાગ્યાનો હતો. પરંતુ હોબાળાના કારણે 1.15 કલાક સુધી પેપર શરૂ થઈ શક્યું ન હતું. પરીક્ષાર્થીઓનો આરોપ હતો કે “OMR શીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર શા માટે આવ્યો છે તેવો વિદ્યાર્થીઓએ સવાલો કર્યાં હતા. સિરીઝ નંબર ચેક કર્યા સિવાય OMR શીટ આપવામાં આવી હોવાનો દાવો પરીક્ષા લેનાર કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હતો.
આ ઘટના સામે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ AMCના ભરતી બોર્ડની ગંભીર બેદરકારી હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવાની યુવરાજસિંહએ માગ કરી હતી. AMC અને યુનિવર્સિટીના પ્રતિનિધિએ કુવૈસ શાળાએ પહોંચી તમામ આક્ષેપની તપાસ કર્યાં બાદ, AMCએ પેપર ફૂટ્યાની વાતને નકારી કાંઢી હતી જો આ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પેપર ફૂટ્યું હોવાની કોઈ વાત નથી.