અમદાવાદ શહેરના રસ્તા જાણ નબીરાઓ માટે રેસ લાગાડવાના રસ્તાઓ હોય તે રીતે દરરોજ અકસ્માત, હિટ એન્ડ રન, પૂર પાટ ઝડપે ગાડી ચલાવી જેવી ઘટનાઓ બની રહી છે. હજુ તો અમદાવાદના લોકો તથ્ય અને વિસ્મય કાંડ ભૂલ્યા નથી ત્યાં તો વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં આરોપીએ સમગ્ર રોડ હાહાકાર મચાવી રાખ્યો હતો.
શું છે સમગ્ર ઘટનાઃ-
ઘટના પર નજર કરીએ તો અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની ઓડી કાર હંકારી સાત જેટલા વાહનોને અડફેટે લીધા હતા. સાત જેટલા વાહનોને અડફેટે લીધા છતાં ઓડી કાર ચાલક બિલકુલ ભાનમાં ન હતો. અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે,શું તે કોઈ અકસ્માત સર્જાયો છે. તો નશેડીએ ના પાડી હતી. ચિકાર દારૂ પીધેલા શખ્સને સ્થાનિક લોકોએ પકડી કારમાંથી બહાર કાંઢી મેથીપાક ચખાડ્યા પછી થોડો હોશમાં આવ્યો હતો. જોકે ત્યાં સુધી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાને પોલીસે હાથમાં લીધો હતો.
અકસ્માત કરનાર કોણ છે ?
બોપલ-આંબલી રોડ પર અકસ્માત કરનાર શખ્સનું નામ છે રીપલ પંચાલ છે, જે કાર શેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો માલિક છે. આરોપી પહેલાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે. પોલીસ તપાસમાં તેની કરમ કુંડળીનો પર્દાફાશ થયો છે. જેમાં તેના નામના અનેક કાંડ સામે આવ્યા છે. હાલ તો પોલીસે આ યુવકને જેલમાં ધકેલી દીધો છે.આ બનાવમાં રિપલ પંચાલની પત્નીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રિપલને માનસિક તણાવનો ભોગ બન્યો છે. અને તેની છેલ્લાં કેટલાય સમયથી દવા ચાલી રહી છે. જો કે પોલીસે આ મામલે FSLની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં શું સત્ય આવે છે તે જોવું રહ્યું.
કેમ વધી રહી છે આવી ઘટનાઓ:-
એક વસ્તુ એ કહી શકાય કે, આરોપીઓને પોલીસને ડર રહ્યો નથી. કારણ કે જો ડર હોય તો આવી ઘટનાઓમાં ઘટાડો થાય પરંતુ અંહી તો આવી ઘટનાઓમમાં સતત વધારો થઈ રહ્યો છે. જો પોલીસ આરોપી પકડે તો યોગ્ય પ્રકારે સજા થતી નથી. ક્યાં તો પછી રૂપિયા વાળાના છોકરાઓ રૂપિયા આપી છૂટી જતા હોય છે.