ગુજરાતમાં નકલીની ભરમાર હજુ પણ યથાવત છે. કારણે કે ગુજરાત જ એક એવું રાજ્ય છે. જ્યાં છેલ્લાં કેટલાય સમયથી નકલી પોલીસ, નકલી PSI, નકલી મહેસુલ અધિકારી, નકલી IPS અધિકારી, નકલી કોર્ટ, નકલી દવાઓ, નકલી કોલેજ, નકલી હોસ્પિટલ આ બધુ ગુજરાતમાં શક્ય છે. કારણ કે, હવે ગુજરાતમાં અસામાજિક તત્વોને કાયદોને ડર રહ્યો નથી. રાજ્યમાં દરરોજ હત્યાઓ થાય છે.
દરરોજ દુષ્કર્મ થાય છે. દરરોજ ચોરી, લૂટફાટ, મારામારીઓ થાય છે. જો આ બધી ઘટનાઓ ન બને તો સમજવું કે, રાજ્યમાં લુખ્ખાઓને કાયદોનો ડર છે. પરંતુ આ બધી ઘટનાઓ સતત વધતી જાય તો સમજવું કે રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે.
આ બધાં વચ્ચે રાજકોટ વિસ્તારમાંથી એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ પોલીસનો નકલી ડી-સ્ટાફ બની બુટલેગરને ત્યાં રેડ પાડવા પહોંચી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તે જણાવે છે. કે હું પોલીસનો ડી-સ્ટાફનો માણસ બની બુટલેગરને ત્યાં રેડ પાડવા ગયો છે. આ વાયરલ વીડિયોની લોક સમાચારની ટીમ પૂષ્ટી કરતું નથી. પરંતુ હાલ તો આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.