અમદાવાદ શહેરમાં હત્યા, લૂંટ, મારામારી, દુષ્કર્મ જેવી ઘટનાઓને ધ્યાન લઈ પોલીસ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. આ સ્પેશિયલ ટીમમાં 13 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છેકે, આ ટાસ્ક ફોર્સ દર 15 દિવસે ફોર્સની કામગીરી અંગે ચર્ચા કરશે. અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને અટકાવવા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
મહત્વનું છેકે દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે એપ. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવશે.
સુરક્ષા એપમાં દરેક ગુનેગારોના ડેટા રાખવામાં આવ્યા છે. જેથી ગુનેગારો વિશે દરેક માણસને પણ માહિતી મળી રહે. આ નવી ઝૂબેશથી પોલીસને કોઈ પણ ઘટનાને ઉકેલવી સરળતા રહેશે. છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે.
ત્યારે પોલીસ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જવું એ રહ્યું કે, ટાસ્ક ફોર્સની રચનાથી કેટલો ક્રાઈમનો ઘટાડો થાય છે.