નસવાડી તાલુકાના ઘટામલી પ્રા.શાળામાં ધ આર્ટ વિન્ડો ફાઉન્ડેશન દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નીલમબેન હર્ષના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે કાર્યરત એન.જી.ઓ ‘ધ આર્ટ વિન્ડો’ નો સંપર્ક કરી કડુલી મહુડી ગ્રુપશાળાના તાબા હેઠળની 11 શાળાઓના તમામ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધ આર્ટ વિન્ડો ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ ખાતે કાર્યરત છે.જે ગુજરાતની સંસ્કૃતિને બહાર લાવી તેને મંચ પ્રદાન કરવાનું કાર્ય કરે છે.આ વિસ્તારના બાળકોમાં રહેલી કળાને પારખી તેમને મંચ આપવા તથા તેમને આગળ લઈ જવાની જવાબદારી ઉપાડેલી છે. તદ ઉપરાંત ડુંગર વિસ્તારના બાળકો માટે 20 કમ્પ્યુટરની સજ્જ મોબાઈલ વાન આ વિસ્તારમાં આપી બાળકોને કમ્પ્યુટર શિક્ષણ પ્રદાન કરવાની જાહેરાત કરેલી છે.
જેથી સંસ્થાના ઉમદા કાર્ય બદલ ઘટામલી પ્રા.શાળાના આચાર્ય જીજ્ઞેશ પટેલ અને શાળાનાં સ્ટાફ અને સી. આર.સી વિજય અખેડ દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છેકે, આ રીતે ઉત્તમ કાર્ય કરવા બદલ સ્થાનિક લોકોએ પણ સંસ્થાનો આભાર માન્યો હતો.