સુરત તથા તાપી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં બનતા મિલકત સબંધી ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.ગીલાતર વાલોડ પોલીસ સ્ટેશનની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરિયાદી દિનેશ ધામેલીયા વાલોડ તાલુકાના કહેર ગામે રેલ્વે સટેશન નંબર lHS 40 ડ્રેનેજ વર્કનું પેટા કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હતું.
પરંતુ તારીખ 01/06/24થી 10/11/24 સુધી ડ્રેનેજ વર્કનું કામ બંધ કરેલું હોવાથી બાંધકામની લોખંડ તથા લાકડાની પ્લેટો તથા બીજો સામાન કહેર ગામે રેલ્વે સ્ટેશન ફળિયામાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં તાડપત્રી ઢાંકીને મુકેલો મૂકવામાં આવ્યો હતો. જે સામાન તારીખ 11/11/24ના રોજ ફરિયાદી કામ ચાલુ કરવાના હોવાથી સ્થળ પર સમાન જોવા ગયા હતા ત્યારે સ્થળ પર મૂકેલો સામાન પૈકી લાકડાની પ્લેટો નંગ 18 તથા લોખંડની પ્લેટો નંગ 28 કુલ મળી કુલ નંગ 46 પ્લેટો જેની કુલ કિંમત રૂપિયા 1 લાખથી વધારે ગણવામાં આવે છે.
આ ઉપરાત કુલ મુદ્દામાલ ચોરી થયાનું માલુમ પડતા ફરિયાદીએ 27/11/24ના રોજ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વાલોડ પોલીસના સ્ટાફ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં ડ્રેનજ વર્કનો પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ કરતા અક્ષય ભરત ગોડલીયાને પોલીસ સ્ટેશન બોલાવી પુછપરછ કરતા તેમને પોતના આઈસર ટેમ્પોમાં તમામ પ્લેટો ભરાવી ચોરી કરી લઈ ગયા હોવાનું કબૂલ કર્યું હતું. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લાકડાની પ્લેટો નંગ 18 તથા લોખંડની પ્લેટો નંગ 28 મળી કુલ 46 જેટલી પ્લેટો રીકવર કરી હતી.
કામ કરનાર પોલીસકર્મીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ ગીલાતર, એ.એસ.આઈ જીજ્ઞેશ, હે.કો.ધર્મેશ, હે.કો. શૈલેષ અને પો.કો. મણીલાલ, પો.કો. દિવ્યેશ પો.કો. આશિષનાઓએ ચોરીનો ભેદ ઉકેલી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.