નર્મદા જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ગરૂડેશ્વર તાલુકાના સોનગામ માઈનોર કેનાલ મારફતે ૨ તાલુકાના ખેડુતોના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. પંરતુ કુંભકર્ણની નિદ્રામાં ઊંઘતા સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલની સફાઈ ન હોવાથી ગરૂડેશ્વર તાલુકાના ઉંડવા ગામના ખેડૂતોને પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે. માઇનોર કેનાલની સાફસફાઇ ન હોવાથી પાણી ન છોડવામાં આવતા ખેડૂતોને શિયાળુ ખેતી કરવાથી વંચિત રહેવાની ચિંતાના વાદળો છવાયા છે. જેથી જાતે જ ખેડૂતો ભેગા થઈ કેનાલ સાફસફાઇ કરવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે અધિકારીઓની બેદરકારી ખેડૂતો વિરોધી માનસિક છતી કરી છે.
જ્યારે કેનાલની સફાઈ કર્યા વિનાજ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના વ્યાધર, ભાદરવા, કોયારી, સાંજરોલી, અક્તેશ્વર સહિતના ગામો માંથી પસાર થતી કેનાલમાં ઝાડી ઝાંખરા ઊંગી નીકળ્યા છે, અને સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતાં માઈનોર કેનાલ અને છેવાડાના વિસ્તાર સુધી પાણી નહીં પહોંચે.જેના કારણે અનેક ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડશે. રવિ પાકના પિયત માટે થઈ અને દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફત સિંચાઈનું પાણી છોડવામાં આવે છે, પાણી છોડતા પહેલા કેનાલની સફાઈ કરવી એટલી જરૂરી હોય છે કારણ કે ચોમાસા દરમિયાન કેનાલમાં ઘાસ અને વેલ સહિત ના નાના નાના અનેક પ્રકાર ના બિન જરૂરી છોડવાઓ ઉગી નીકળતા હોઈ છે.
મહત્વનું છે કે, નિયમ અનુસાર કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલની સફાઈ કરવી ખુબજ જરૂરી હોઈ છે જો કેનાલને સફાઈ કરવામાં ન આવે તો માઇનોર કેનાલમાં પાણી પહોંચે નહીં અને ખાસ કરીને કેનાલના છેવાડાના વિસ્તાર સુધી પણ પાણી પહોંચે જ્યારે અનેક જગ્યાએ પાણી બ્લોક થતાં કેનાલોમાં ગાબડાં પડી જાય છે, એવા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે.
ખેડૂતોનું કહેવું છે,કે છેલ્લા એક મહિનાથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પંરતુ ઉંડવા ગામથી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી આવતું નથી, જ્યારે ખેડૂતો દ્વારા પાણી છોડવા માટે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં કેનાલમાં સફાઇ ન હોવાથી પાણી છોડવામાં આવ્યું નથી, અમે રજૂઆત કરીએ ત્યારે કહે છે કેનાલમાં સફાઈ કરવાની છે. અધિકારો માત્ર AC કેબિનમાં આરામ જ ફરમાવે છે, ખેડૂતો પાણી માટે રજૂઆત કરે ત્યારે ઉડાવ જવાબ આપી છૂટી જાય છે, જેના કારણે અમે ગ્રામજનો ભેગા મળીને કેનાલ સાફસફાઇ કરી પાણી છોડવા માટે રજૂઆત કરી છે, તો ત્યારે જવાબ મળ્યો છે કે, ડેમમાં પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે એટલે થોડા દિવસ પછી પાણી છોડવામાં આવશે. ત્યારે સવાલ થાય છે મોટા શહેરોમાં, કચ્છ, સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચે છે, જ્યારે નર્મદા ડેમ વિસ્તારના ખેડૂતોને પાણી આપવાનો સમય આવે ત્યારે પાણી બધ કરી પાણીના લેવલ ની વાત કરી આદિવાસી વિસ્તારના ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા હોઈ એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.