તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર-મિલકત સબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ, LCB તાપીના માર્ગદર્શન અને સૂનના હેઠળ તારીખ 28/11/24ના રોજ પો.સ.ઈ જે.બી.આહિર, એલ.સી.બી તાપી તેમજ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોર્ડે/ટેક્નિકલ સેલ તાપી તેમજ પોલીસના માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
ત્યારે હે.કો. હરપાલસિંહ અભેસિંહ, પો.કો. હસમુખને મળેલી બાતમીના આધારે વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલપંપ પાસેથી આરોપી દિનેશ હવજી માવીની પુછપરછ કરતા આશરે બારેક વર્ષ પહેલા પોતે સોનગઢ સરકારી કોલેજનું કામ ચાલતું હતું ત્યારે ત્યાં આગળ પોતે પણ મજુરીકામ કરવા આવેલો ત્યારે એક સ્ત્રી સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે કલમ 35(1) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
ભેજાબાજ આરોપી:-
આરોપી દિનેશ મોબાઈલ ફોન વાપરતો ન હોવાથી તેમજ પોતના પરિવાર જનોના સંપર્કમાં ન હોવા છતાં બાતમીદારના નેટવર્કના આધારે બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નિકલ સેલ તાપીના માણસો પકડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
કામગીરી કરનાર માણસો :-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહીલ એલ.સી.બી તાપીના સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ જે.બી આહિર, એલ.સી.બી તાપી થતા હે.કો. ધર્મેશ, પો.કો. અરૂણ પેરોલ ફર્લો સ્કોર્ડ, હે.કો. હરપાલસિંહ, પો.કો. હસમુખ, પો.કો. વિનોદ તથા ટેક્નિકલ સેલ સ્ટાફના હે.કો. તેજશ, પો.કો. વિપુલ આ બધાં કર્મચારીએ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.