પોરબંદર SOG પોલીસે ચોપાટી પર આર્મીનો યુનિફોર્મ પહેરી આંટાફેરા મારતા શખ્સની ધરપકડ કરી છે. SOG પોલીસને શંકા જતા શખ્સની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, શખ્સને આર્મીનો યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાથી યુનિફોર્મ પહેર્યો હોવાની કબૂલાત કરી હતી.
શું છે સમગ્ર મામલો ?
ગુજરાતમાંથી નકલી અધિકારીઓ તેમજ નકલી પોલીસ અને હવે પોરબંદર SOG પોલીસે નકલી આર્મીના જવાનની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પોરબંદર SOG પોલીસે ચોપાટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક ભેજાબાજ યુવક આર્મી જવાનનો યુનિફોર્મ પહેરી આંટાફેરા મારી રહ્યો હતો. આ શખ્સને જોઈ SOG પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવતા ભેજાબાજ યુવકે જણાવ્યું કે, આર્મીનો યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાથી યુનિફોર્મ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.
મહત્વું છેકે આજકાલ ગુજરાતમાંથી નકલીનો રાફડો ફાંટ્યો હોય તે રીતે દરરોજ કંઈક-કંઈક નકલી વસ્તુઓ પકડાતી હોય છે. અથવા સામે આવી જતી હોય છે. થોડા સમય પહેલા નકલી કોર્ટ ઝડપાઈ, પછી નકલી હોસ્પિટલ ઝડપાઈ પછી, નકલી ડૉક્ટર ઝડપાયો ત્યાર પછી નકલી મહેસુલ અધિકારી ઝડપાયો અને હવે નકલી આર્મીનો જવાન ઝડપાયો છે. હાલ તો પોરબંદર પોલીસે આ શખ્સને ઝડપી વધુ તપાસ માટે પોલીસને સોંપી દીધો છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં શૂં નવા ખુલાસા થાય છે. તેના પર સૌથી નજર મંડરાઈ રહી છે.
મહત્વનું છે કે, પોલીસ પકડમાં આવેલો આ શખ્સ માત્રને માત્રને દસમું ધોરણ પાસ છે. પરંતુ પોતાને આર્મી માની બેઠો હતો. અને આર્મીનો યુનિફોર્મ પહેરી આટાંમારી રહ્યો છે. પોલીસને શંકા જતા પોલીસે આ માથાભારે શખ્સને ઝડપી જેલમાં પૂરી દીધો છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલીની ભરમાર ચાલી રહી છે. ગમે ત્યારે ગમે તે જગ્યાએથી નકલી પોલીસ, અધિકારીઓ પકડાઈ રહ્યા છે. લોકોને આજકાલ શોર્ટક્ટ કમાવી લેવાની વધારે ઉતાવળ છે. જેના કારણે આ ઘંધો અપનાવતા હોય છે. પરંતુ આ આવડત તેમની વધારે સમય સુધી ચાલતી નથી.અને ગમે ત્યારે પોલીસના સકંજામાં આવી જતા હોય છે. જેના કારણે ઈજ્જત ગુમાવાનો વારો આવતો હોય છે. ક્યાં તો પછી પરિવાર સામે ઈજ્જતના ધજાગરા ઉડી જતા હોય છે.