ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ તો હજુ થમ્યો નથી. ત્યાં તો અન્ય એક હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડિયા હોસ્પિટલમાં એક યુવકને એટેક આવ્યો છે કહી ઓપરેશન કરી નાખતા મોત. ઘટનાની જાણ મૃતના પરિવારજનોને થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ભારે હોબાળો મચાવ્યો છે.
શું છે સમગ્ર ઘટના:-
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદ પરમાર નામનો દર્દી રાત્રે સારવાર લેવા માટે હોસ્પિટલમાં આવ્યા હતો. તેમના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને 100 ટકા નળીમાં બ્લોકેજ હોવાનુ સામે આવ્યું હતું. જેથી, તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ તેઓને ફરી હાર્ટ અટેક આવ્યો હોઈ શકે છે. જેનાથી દર્દીનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અરવિંદ પરમારના મોત બાદ આક્રાંદ ફાટી નીકળ્યો હતો. અને હોસ્પિટલમાં ભારે વિરોધ કર્યો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, મારે મારો પતિ જોઈએ. પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દર્દીને અમે લોકો લઈ આવ્યા ત્યારે સાજો હતો. અને અચાનક કેવી રીતે બીમાર પડી જાય તેને લેઈ મોટો સવાલ ઊભા થઈ રહ્યા હોવાનું પરિવાર જણાવા રહ્યો છે.
હોસ્પિટલનું નિવેદન:-
આ ઘટનાનો વિરોધ બાદ કાકડિયા હોસ્પિટલ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. જેમા જણાવ્યું કે, મૃતક યુવકને હદય અને ડાભા ખભા પર દુખાવાની ફરિયાદ હતી. જે બાદ હોસ્પિટલમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમની મેડિકલ તપાસ કરતા સામે આવ્યું કે, તેમને હદયનો હુમલો હતો. જે બાદ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અને ગુજરાત સરકારના નિયમ મુજબ PMJAYની નવી ગાઈડલાઈન મુજબ ઓનલાઈન પરવાનાગી મેળવી એન્જીઓગ્રાફી કરવામાં આવી હતી. સંપૂર્ણ સારવાર આપ્યા બાદ 30 મીનિટ બાદ ફરી તેમને હદયનો હુમલો થતાં તેમનું મોત થયું હોવાનું હોસ્પિટલ દ્વારા પ્રેસ નોટ જારી કરી કહેવામાં આવ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ શહેર કોટડા પોલીસે સમગ્ર ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી. સાથેજ મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું સાચુ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. હવે આગામી સમયમાં પીએમ રિપોર્ટ આવ્ય બાદ સાચુ કારણ સામે આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.