હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ફરી એકવાર ગુજરાતના લોકોને વિચારતા કરી દીધા છે. તમિલનાડુમાં આવેલા ફેંગલ નામના વાવાઝોડાએ તમિલનાડું તેમજ ઉત્તર ભારતમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે આ બધાં વચ્ચે ફેંગલ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.
ફેંગલ વાવાઝોડાની અસર ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા વિસ્તારના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
ફેંગલ વાવાઝોડાના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે જેના કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે. ન્યૂનતમ તાપમાન વધશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પડવાની શકયતાઓ રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે હાડ થીંજવતી ઠંડી પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18 ડીગ્રી જેટલુ રહેશે. રાજકોટ 15 ડીગ્રી, વલસાડમાં 20 ડીગ્રી, જામનગર 20 ડીગ્રી, જૂનાગઢમાં 16 ડીગ્રી, સુરતમાં 16થી 18 ડીગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન રહેશે જેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થશે.