20 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

6 હજાર કરોડનું કૌભાંડ..નેતાઓ અધિકારીઓ પગે પડતા..હવે વિદેશમાં મોજ


BZ ગ્રુપનું ગુજરાતમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં આ કૌભાંડ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો પોંઝી સ્કિમ કૌભાંડના ભોગ બન્યા છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ઊંચા વ્યાજ અને ગોવાની ફ્રી ટ્રીપના નામે ફસાવીને રોકાણ કરાવ્યું હતું. હવે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. અને તેના સાત જેટલા એજન્ટોને પણ સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડ્યા પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. ત્યારે જાણીએ લોકોને છેતરવાની મોડસ ઓપરેન્ડી વિશે

લોકોને છેતરવાની મોડસ ઓપરેન્ડી

હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ. ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો..આરોપીઓએ કુલ 6, કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.

ભૂપેન્દ્રસિંહ ઝાલા અપરિણીત અને 30 વર્ષનો છે.. તેના પરિવારમાં માતા-પિતા છે. પિતાનું નામ પરબતસિંહ ઝાલા અને માતા મધુબેન ઝાલા છે. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના માતા-પિતા પણ ફરાર થઈ ગયા છે. ભૂપેન્દ્રએ વર્ષ 2015માં મોડાસાની પીટી સાયન્સ કોલેજથી B.Sc, અને વર્ષ 2017માં તખતપુરની સર પીટી સાયન્સ કોલેજમાંથી B.Ed કર્યું હતું.. અને ત્યાં જ તેણે તખતપુરની ડી.કે.પટેલ એમ.એડ કોલેજમાંથી M.Ed કર્યું હતું..આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડોસાની લો કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો..તેણે વર્ષ 2023માં એલએલબીમાં બીજા વર્ષનો પણ અભ્યાસ કર્યો હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ કેટલી છે ?

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કૂલ 9 બેંક એકાઉન્ટ છે. અને તેના પિતાની પાસે 3 બેંક એકાઉન્ટ છે. પોતાની પાસે માત્ર 47 ગ્રામ સોનુ, પિતા પાસે 40 ગ્રામ સોનુ, માતાની પાસે 25 ગ્રામ સોનુ હોવાનું તેણે પોતે એક સોગંધનામામાં જણાવ્યું હતું. આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ વર્ષ 2021થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન  ખરીદી હતી. જોકે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ ઈન્કમટેક્ષ રિટર્નમાં વર્ષ 2022-23માં માત્ર 17,94,820 રૂપિયા જ આવક દર્શાવી હતી. જોકે, તેના વતન રાયગઢના ઝાલાનગર સ્થિત તેનો વૈભવી બંગલો પણ છે.

ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાં ફોર્મ ભર્યું હતું

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.ત્યારબાદ તેણે પોતાના લોકો સાથે મળી શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.. અને તેના પછી રાજકીય ગલીયારાઓમાં પણ તેના નામની ચર્ચા થઇ રહી હતી.જોકે ભાજપના એક નેતાના કહેવાથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને વિધિવત રીતે ભાજપનો સભ્ય બની ગયો હતો.ભૂપેન્દ્ર ઝાલા ભાજપમાં જોડાયા બાદ રાજકીય રીતે વગદાર બને તે માટે પક્ષમાં સક્રિય બની ગ્યો હતો.. ગામડે ગામડે તેણે ગ્રામજનો સાથે મેળાવડા પણ કર્યા હતાં…જે બાદ તેણે વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવીને તેમના રૂપિયા સેરવી લીધા હતા

આરોપી ભુપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર

ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ભાગી જાય તેવી માહિતીને પગલે તેની સામે લૂક આઉટ સર્કયુલર જારી કરી તપાસ હાથ ધરાઈ. પોલીસને આરોપીના બે બેંક ખાતામાં આઈડીએફસી બેંકમાં 1,00,20,05,997.20 (સો કરોડ વીસ લાખ પાંચ હજાર નવસો સત્તાણું રૂપિયા અને 20 પૈસા) અને 75,12,40,016. 32 (75 કરોડ 12 લાખ 40 હજાર 16 રૂપિયા અને 32 પૈસા)ના ટ્રાન્ઝેકશન થયાની વિગતો મળી છે. પોલીસે આરોપીઓના આવા બીજા ખાતા, પર્સનલ ખાતા તેમજ સગાસંબંધીઓ અને મળતિયાઓના બેંક ખાતા અંગે તપાસ શરૂ કરી છે.

પોન્ઝી સ્કીમ શું છે??

પોન્ઝી સ્કીમ એ એક રોકાણનું કૌભાંડ છે. જેમાં રોકાણકારને બેંક કરતા વધારે ઊંચા દરે વળતરની લાલચ આપવામાં આવે છે. શરૂઆતમાં વિશ્વાસમાં લેવા માટે રોકાણકારોને મોટું વળતર આપવામાં આવે છે. જ્યારે નવા નાણાંનો પ્રવાહ ધીમો પડી જાય છે જેના કારણે નફાની ચૂકવણી ચાલુ રાખવી અશક્ય બની જાય અને પછી છેતરપિંડીની આ યોજના પડી ભાંગે છે. આવા અનેક કિસ્સાઓ દેશમાં બન્યા છે અને તાજેતરમાં જ ગુજરાતમાં કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!