રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કેલરી, પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની ૩૨ હજારથી વધારે શાળાઓને મળશે. એક અંદાજ પ્રમાણે ૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહારનો લાભ.
શાળાના વિદ્યાર્થીઓને સપ્તાહ દરમિયાન સુખડી-ચણા ચાટ-મિક્સ કઠોળ-શ્રી અન્નનો અલ્પાહાર આપવામાં આવશે. ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આનો મળશે લાભ. આ ઉપરાંત બાલવાટિકા લઈ ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે મળશે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક રૂપિયા ૬૧૭ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં પણ ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે. તેના માટે 124 કરોડ રૂપિયા મળીને ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે 4500 રૂપિયાનું માસિક વેતન આપાશે. આ ઉપરાંત 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક 3750 રૂપિયા. જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે. પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બનશે.