ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. થોડા સમય પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે પાટનગર ગાંધીનગરમાં અમિત શાહ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.
આ મુલાકાત પછી લાગે છે કે, શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયા છે. અને નવી પાર્ટીની જાહેરાત પણ તેમણે કરી દીધી છે. સોમવારના રોજ અમદાવાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી નવી પાર્ટી અને નામની જાહેરાત કરી હતી.
પાર્ટીની જાહેરાત બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાર્ટી સિમ્બોલમાં રહેલા ખેલાડી પર લખેલો ૯૪ નંબર દર્શાવે છે કે ગુજરાતમાં તેની પાર્ટી એટલે કે, “પ્રજા શક્તિ પાર્ટી” ગુજરાતની આગામી ચૂંટણીમાં ૯૪ બેઠકો લાવશે તેવી જાહેરાત કરી હતી.
નવી પાર્ટીની જાહેરાત બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ્યારે છોડી ત્યારે તેનો સુર્ય મધ્યાહને હતો. અને જ્યારે કાંગ્રેસ પાર્ટી છોડી જ્યારે તે સરકાર બનાવવાની રડારમાં હતી. ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવુ આપણે માની લીધું છે.
દિલ્હીમાં બેજ પાર્ટી હતી, ૧૫ વર્ષ કોંગ્રેસનુ શાસન હતું અને કેજરીવાલનો ઉદય થયો ગુજરાતમાં મહાગુજરાત પક્ષ હતો. સંસ્થા કોંગ્રેસની હતી આજે એ ક્યાં? રાજકારણમાં આવા નિર્ણયો ચાલ્યા કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવી માત્ર માન્યતા આ વખતે ગુજરાતમાં ત્રીજો પક્ષ 94 બેઠક લાવશે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે આગામી સમયમાં જોવું એ રહેશે કે, ગુજરાતમાં પ્રજા શક્તિ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડે છે.