ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે તાપી પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ આનંદ, પેરોલ ફ્રર્લો સ્કોર્ડ તાપી તેમજ એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડ તાપીના માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે એ.એસ.આઈ ચેમા તથા અ.પો.કો. દિપકને મળેલી બાતમી મુજબ ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી 302 (2)ના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા શખ્સ વીપીન હસમુખ રાણાની અટક કરવામાં આવી હતી. અને વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર સ્ટાફ:-
આરોપીને ઝડપી પાડવા માટે કામગીરી કરનાર સ્ટાફની વાત કરીએ તો પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ એલ.સી.બી.તાપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આનંદ, અ.પો.કો.રાહુલ. અ.પો.કો. દિપક નોકરી પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા એલ.સી.બી. તાપીના એ.એસ.આઈ જગદીશ અને અ.હે.કો જયેશના સ્ટાફ દ્વારા આ આરોપીને ઝડપી પાડવા માટે કામગીરી કરી હતી.