ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી એકવાર સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર રજુ કર્યાં છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારીના ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને હવે 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ નિર્ણય 1 જુલાઈ 2024થી લાગુ પડશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024થી નવેમ્બર-2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે ચુકવાશે આવશે.
મોંઘવારી ભથ્થું કોને કહેવાય છે ?
મોંઘવારી ભથ્થું એટલે એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે સરકાર દ્વારા આપવામાં આવે છે. આ રૂપિયા નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવતી હોય છે.
મોંઘવારી ભથ્થા માટેનો પ્રોવિડન્ટ ફંડ રાજ્ય સરકાર હસ્તક હોય છે. તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, આ ઉપરાંત માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવે છે.
સરકારની આ જાહેરાત બાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ખાસ કરીને 2024ના અંતમાં સરકારના આવા નિર્ણયથી કર્મચારીઓમાં ખુશી છે.