ગુજરાત રાજ્ય નકલી અને ઠગબાજોનું કારખાનું હોય તેવી ઘટનાઓ રોજરોજ સામે આવી રહી છે. થોડા સમય પહેલા રાજ્યમાંથી નકલી ડૉક્ટર, નકલી અધિકારી, નકલી પોલી, નકલી આર્મી, નકલી વકીલ મળી આવ્યા હતા.
હવે છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યમાં ઠગબાજોએ કરેલી છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને કેટલાક લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઠગબાજોને આસાનીથી રૂપિયા પણ આપી દેતા હોય છે. અને ભેજાબાજ શખ્સો લાખો રૂપિયા ભેગા કરીને ફરાર થઈ જતા હોય છે.
આજકાલ પેપર અને સોશ્યિલ મીડિયામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા આ શખ્સે તો ગુજરાતના રાજકારણીઓને પણ પોસીનો સાફ કરતા કરી દીધા છે. કારણ કે આ મહાઠગ ગુજરાતના રાજકારણીઓ સાથે પણ સારીએવી વગ ધરાવે છે. જેમાં અનેક નેતાઓના નામ સામે આવી શકે તેમ છે. પરંતુ નેતાઓના નામ આવે એટલે સમગ્ર મામલો દબાઈ જતો હોય છે.
આ ઘટનામાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ એક અંદાજ પ્રમાણે 6000 હજારનું કૌભાડ આચર્યું છે. અને તેઓ તેમના એજન્ટો સાથે ફરાર થઈ ગયા છે. પોલીસ તેમને શોધવા હજારો પ્રયાસ કરી રહી છે પણ મહાઠગ હજુ પોલીસ પકડમાં આવ્યો નથી.
આ બધાં વચ્ચે સુરત શહેરના ભેસ્તાનમાં ધંધામાં રોકાણની સ્કીમ આપી 96 લાખથી વધારે રૂપિયાનું ઉઠમણું કરનારને પોલીસે ધરપકડ કરી છે. આ મહાઠગે એકના દોઢ ગણા રૂપિયા આપવાની સ્કીમ આપી ઠગાઈ આચરી હતી. જેમાં તેમણે 16 લોકો પાસે 96.23 લાખનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ હાથ ઊંચા કરી લીધા હતા. ભોગ બનનાર લોકોએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે આ મામલે તપાસ કરી એક મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે.