અમદાવાદના સર્કિટ હાઉસમાં વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ બંધબારણે બેઠક યોજી હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે. અમિત ચાવડાએ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અમિત ચાવડા દ્વારા જનમંચ કાર્યક્રમને મોટાપાયે લઈ જવા બેઠક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જનમંચ કાર્યક્રમને તાલુકા કક્ષા સુધી લઈ જવાનું કોંગ્રેસનું આયોજન છે.
સૂત્રા દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે, બંધ બારણે થયેલી આ બેઠકમાં વર્તમાન કોંગ્રેસ પ્રમુખની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, પ્રદેશ કક્ષાએ મોટા કાર્યક્રમો ન થતા હોવાના ઉઠ્યા પ્રશ્નો. પ્રદેશ કક્ષાથી કાર્યક્રમો યોગ્ય રીતે ન થતા અમિત ચાવડા દ્વારા ચાલી રહ્યા છે કાર્યક્રમો.અગાઉ પણ જનમંચના માધ્યમથી અમિત ચાવડાએ કર્યા હતા અનેક કાર્યક્રમો.
ભરતસિંહના જન્મદિવસના શક્તિ પ્રદર્શન બાદ અમિત ચાવડાની બેઠકથી અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. આ બેઠકમાં ભરતસિંહ અને અમિત ચાવડાના નજીકના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે. ખાસ કરીને જાન્યુઆરી 2025થી જન મંચ કાર્યક્રમ પુન: શરૂ થાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યો છે.
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પાર્ટી મરણ પથારી તરફ ચાલી રહી છે. ત્યારે 2025ના વર્ષમાં ગુજરાત કોંગ્રેસ મોટું પરિવર્તન કરવાની ગણતરીમાં લાગી રહી છે. કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે રાજ્યમાં એક્ટિવ છે તે રીતે તાલુકા અને જિલ્લા સ્તરે પણ એક્ટિવ થવાની ખાસ જરૂર હોવાની કોંગ્રેસના એક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા સ્તરે યુવા ચેહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવે તો આવનારા દિવસોમાં ચોક્કસ કોંગ્રેસ પાર્ટી પરિવર્તન લાવી શકે તેમ છે.
સૂત્રા દ્વારા એવી પણ માહિતી મળી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં અંદરો અંદરો નાના મોટા વિવાદો ચાલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી સમયમાં જનમંચ કાર્યક્રમ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો કરવામાં આવશે. જેના થકી પ્રજાના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ વિશેના કાર્યક્રમો પણ કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં બે રોજગારીનો મોટ પ્રશ્નો છે. રાજ્યમાં નકલીની જે ભરમાર ચાલી રહી છે. તે દરેક બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે.