તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી પાંચાણી એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોર્ડ તાપી અને વ્યારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા ત્યારે ખાનગી રાહે કોન્સ્ટેબલ બીપીન અને પ્રકાશને બામતી મળી હતી કે, નેશનલ હાઈવે 53 એટલે કે, સોનગઢથી સુરત તરફ જતી ડાર્ક ગ્રે કલરની ગાડી જેનો ગાડી નંબર GJ-01-KC-8039માં બે ઈસમ વિદેશી દારૂ ભરીને જઈ રહ્યા છે તેવી બાતમી મળી હતી.
મળેલી બાતમી અનુસાર વ્યારા શહેરના પનિહારીના સિમ વિસ્તાર પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક બાતમી અનુસાર આવેલી ગાડીને ચેક કરતા ગાડીની ડીકી માંથી વિદેશી દારૂની ગેરકાયદે ભારતીય બનાવટનો દારૂ ઝડપાઈ આવ્યો હતો. જ્યારે ગાડીમાં સવાર લોકોની પૂછપરછ કરતા સુનિલ હીરાલાલ અને કુલદીપની પોલીસે પૂછપરછ કરતા આ શખ્સો વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનામાં પકડાયેલા મુદ્દામાલની વાત કરીએ તો, ગાડીની કિંમત અને વિદેશી દારૂની સાથે કુલ અંદાજિત કિંમત ચાર લાખથી વધારે હોવાનું માનવામાં આવે છે. આ બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમજ વધુ કાર્યવાહી માટે આરોપીઓને વ્યારા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
આ કામગીરી કરનાર પોલીસ કર્મીઓની વાત કરવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ ગોહિલ એન.જી પાંચાણી જે.બી આહીર એલ.સી.બી, પી.એસ.આઇ એન.એસ વસાવા, હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ, પ્રકાશ, અરુણસિંહ, સુનિલ તેમજ પેરોલ ફ્લો સ્કોર્ડની વાત કરવામાં આવે તો બીપીન, રમેશ, હરપાલસિંહ, ધનંજય અને વિનોદ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ દારૂની હેરાફેરી કરતા શખ્સો પર કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે.
જિલ્લા એસ.પી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધી કડક કાર્યવાહી કરવા જણાવતા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ પ્રક્રિયા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.