તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નહેરના કિનારેથી ચોરાયેલા અને પાણી ખેંચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ મળી ત્રણ લાખથી વધારે રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તાપી જિલ્લા એસપી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અને શરીર અને મિલકત સંબંધિત ગુનાઓને ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના સંદર્ભ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી આહિર, પેરોલ ફ્લો સ્કોર્ડ તેમજ પોલીસના માણસો દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા ત્યારે ASI ગણપતસિંહ અને વિનદ કુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો એટલે કે, મિન્થન, જીગર, પ્રવીણ તેમના મિત્ર સાથે એક સફેદ કલરની કારમાં ચોરી કરેલો મુદ્દોમાલ વેચવા માટે આવી રહ્યા છે.
તેવી ખાનગી રાહે બાતમી મળતા પનિયારી કોલેજ પાસે કોલેજની સામે હાઇવે પાસે પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન ફોરવિલર ગાડી આવતા તેને રોકી રોડની સાઈડમાં રાખી ગાડીમાં બેસેલા લોકોના નામ પૂછતા વિરલ, મિન્થન, જીગર અને કલ્પેશ નામના શખ્સોને વધારે પૂછપરછ કરતા તેમની કારમાંથી પાણી ખેંચવાનું મશીન તથાં નહેરના કિનારેથી પાણી ખેંચવાના પંપ એક નાની મોટર તથા મોટર સાથે લગાડેલા વાક્યા અને પાઇપ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુ ચોરીની હોવાનું જણાવ્યું હતું. આ ભેજાબાજો પાસેથી પોલીસે કુલ મુદ્દામાલ 3 લાખથી વધારે રિકવર કર્યો હતો. તેમજ વધારે તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
વિરલ નાનુભાઈ ગણદેવી નવસારી, મિન્થન ઉર્ફે જીગર ગણદેવી નવસારી, કલ્પેશ ભાણાને પોલીસે સકંજામાં લીધા હતા. આ શખ્સો પાસેથી પાણી ખેંચવાનું મશીન, ફોર વ્હીલર ગાડી, મોબાઈલ કબ્જે કરવામા આવ્યો હતો. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, આ શખ્સો સામે આગળ પણ કલમ 380, 454, 497, તેમજ 114, 356, 379 જેવી કલમ આરોપીઓ સામે નોંધાયેલી છે.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ
આ કામગીરી કરનાર પોલીસ કર્મીઓની વાત કરવામા આવે તો, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ ગોહિલ. જે.બી આહીર, ASI ગણપતસિંહ, વિનોદ પ્રતાપ, ધર્મેશ મગનભાઈ, ભુપેન્દ્રસિંહ, હરપાલસિંહ, રોનક, અરુણ, તેજસ, હસમુખ, વિનોદ, ધનંજય, અને વિનોદ નામના પોલીસના સ્ટાફ આ કામગીરી કરી હતી. જિલ્લામાં હજુ પણ ફરાર આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે.