વાદ વિવાદ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ સીએમ દેવેન્દ્ર ફડણવીસે સીએમ તરીકે ચાર્જ સંભાળ્યો છે. શપથ ગ્રહણ સમારોહ પછી પ્રથમ વખત ફડણવીસ તેમની ઓફિસ પહોંચ્યા હતા. દરમિયાન તેમની સાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર હતા. આ પહેલા શપથ લીધા બાદ સીએમ ફડણવીસે કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજી હતી. મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડમાં પણ ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું.
PM મોદીએ ફડણવીસ-શિંદે અને પવારને અભિનંદન આપ્યા
પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ દેવેન્દ્ર ફડણવીસજીને અભિનંદન. શ્રી એકનાથ શિંદે જી અને શ્રી અજિત પવારજીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. આ ટીમ અનુભવ અને ગતિશીલતાનું મિશ્રણ છે અને આ ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ મહારાષ્ટ્રમાં મહાયુતિને ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. આ ટીમ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરશે. તેમજ જનતાના હિતમાં નિર્ણયો પણ લેશે.
એકનાથ શિંદેએ કહ્યું અમારો એજન્ડા વિકાસનો
એકનાથ શિંદેએ કહ્યું કે પ્રિય બહેનો અને તમામ લોકોએ મહાયુતિ સરકારને આશીર્વાદ આપ્યા. વિરોધી પક્ષના લોકો વિરોધ પક્ષનો નેતા પણ બનાવી શકશે નહીં. અમારી પાસે એક સફળ સરકાર છે, હું આ માટે મારા સાથીદારોનો આભાર માનું છું. અમે બાળાસાહેબ ઠાકરેની હિંદુત્વની વિચારધારાને આગળ વધારી અને તેને મજબૂત બનાવી. અમારો એક જ એજન્ડા છે…વિકાસ, વિકાસ અને વિકાસ. અત્યારે હું ડેપ્યુટી સીએમ છું, ડેપ્યુટી સીએમ એટલે કે હું મારી જાતને સામાન્ય માણસ માટે સમર્પિત સીએમ માનું છું. હું દેવેન્દ્ર ફડણવીસને સંપૂર્ણ સમર્થન અને સહકાર આપીશ.
સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર. ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. મને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો. દેશના લોકપ્રિય વડાપ્રધાને અમને પણ શક્તિ આપી. દેશના ગૃહમંત્રી અમિત શાહ દરેક સંકટમાં તેમની તમામ તાકાત સાથે અમારી પાછળ ઉભા રહ્યા, તેથી અમે અઢી વર્ષમાં ઘણું કામ કરી શક્યા.