બનાસકાંઠાના ભાભરમાં આવેલી રૂની ગામની દેરિયાવાળા પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે. અંહી દેરિયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન પટેલે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીએ પોતાના-પિતાને જાણ કરતા બાળકના પિતાએ આચર્ય ચિંતન પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે.
બાળકની ભૂલ શું :-
આ ઘટનામાં વિદ્યાર્થી દ્વારા શાળાના આચાર્ય પર એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, વિદ્યાર્થીના અક્ષર સારા નીકળતા ન હોવાથી બાળકને શિક્ષકે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. અક્ષરો સારા ન નીકળતા આચાર્યએ પ્રિન્સ ઠાકોર નામના વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ગત સોમવાર બની હોવાનું સામે આવ્યું છે.
બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી આચાર્ય સામે પગલાં લેવાની કામગીરી શરૂ કરી છે. તો આ તરફ વિદ્યાર્થી પ્રિન્સ ઠાકોરને ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો આ તરફ બાળકના પિતાએ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
બાળકના પિતાએ શું કહ્યું:-
‘મારા છોકરો ઘરે રડતા રડતા ઘરે આવ્યો હતો જેથી મેં બાળકને પૂછ્યું કેમ રડે છે ત્યારે બાળકે કીધું કે, મારા અક્ષર સારા ન આવતા હોવાથી મને માર માર્યો છે. તેવું બાળકે કહેતા મેં શિક્ષક ચિંતનને ફોન કર્યો હતો. તો શિક્ષકે કીધું તમારા બાળકના અક્ષર સારા ન આવતા હોવાથી મેં માર માર્યો છે તેવું કહ્યું હતું. જે બાદ બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
આ દરમ્યાન શિક્ષકે બાળકના પિતાને તમારાથી થાય એ કરી લેવાનું પણ કહ્યું હોવાનું બાળકના પિતાએ જણાવ્યું છે. જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને ગાલ પર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.તો બીજી તરફ વિદ્યાર્થીને આ રીતે ઢોર માર મારતા આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ ઘટનાના પડઘા જિલ્લા સ્તરે પણ પડતા સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહ્યું કે વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે કેવા પગલા લેવામાં આવે છે. કે પછી તપાસ કરી રહેલી ટીમ હાથ અધ્ધર કરી લઈ છે.