રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.. રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી તમામ માહિતી.. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મુકવામાં આવી.. પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણુક પૂર્ણ કરવામાં આવી.
સરકારી વકીલ માહિતી રજુ કરતા કહ્યું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી 4 હજાર 723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3 હજાર 717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.. ખાસ કરીને પોલીસમાં ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટેની જાહેરાત અંગે પરીક્ષા લેવામાં આવશે.. સાથે જ ફીઝીક્લ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા બાદ ઝડપથી જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.. ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.
5248 જગ્યાઓ પ્રમોશનથી ભરાશે
આ ભરતીમાં 7725 જેટલી પ્રમોશનથી ભરાવવાની જગ્યાઓ પૈકી 2477 જગ્યા 31 જુલાઈ પછી ભરવાની હતી, જેના માટે 28 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરાયો હતો. જ્યારે બાકીની 5248 જગ્યા પ્રમોશનથી ભરવાની છે. એ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ખાલી જગ્યાઓમાં અનઆર્મ ASIની 871 જગ્યા, 234 PIની જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલની 995 જેટલી જગ્યાઓ ખાલી છે. કોર્ટે પ્રમોશનથી ભરવાની પોસ્ટની ટાઇમલાઈન અને પ્રોસેસ માંગી હતી.
14,183 જેટલી ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે
પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ ટ્રેનિંગમાં પહોંચી વળાતું ન હોવાથી નવી ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખોલવી જોઈએ. સંસાધનોની અછત દૂર કરવી જોઈએ. કોર્ટે વધુમા કહ્યું કે, કોર્ટને સમસ્યાના ઉકેલમાં વધારે રસ હોય છે. ઓથોરિટીની સમસ્યાઓ સાંભળવામાં નહિ. જ્યારે ઉચ્ચ લેવલના અધિકારીઓની મિટિંગ યોજાય ત્યારે તેની મિનિટ્સ લખાવવી જોઈએ. સરકારે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં 11,377 જગ્યા માટેની જાહેરાત બહાર પડાઈ છે, જેને સપ્ટેમ્બર 2025 સુધીમાં ભરી દેવામાં આવશે. ત્યાર બાદ 14,183 જેટલી ભરતીને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે સરકારને ભરતીનું એક વાર્ષિક કેલેન્ડર બનાવવા માટે પણ કહ્યું હતું, જેથી કરીને બધી ભરતી ભેગી ન થાય શકે અને આવનારી ભરતી અંગે સારી રીતે માહિતી મળી શકે
આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં મોટી ભરતી આવવાની શક્યતાઓ છે. જેથી રાજ્યના યુવાનો માટે સરકારી નોકરીમાં તક મળવાની મોટી સંભવનાઓ છે.. જેથી ગુજરાતના યુવાનો તૈયારી કરો અને સરકારી નોકરી મેળવો.