સુરતના શહેરના પાંડેસરા વિસ્તારમાં બી.ઈ.એમ.એસ એટલે કે, (બેચલર ઓફ ઈલેક્ટ્રો હોમિયાપેથીક મેડિકલ સાયન્સ) બોગસ ડિગ્રીના આધારે ક્લિનીકના નામે રૂપિયા કમાવવાની હાંટડી ખોલનાર ત્રણ પરપ્રાંતિય ઠગને ઝડપી પાડી શહેરના વિવાદીત ડૉક્ટર તથા અમદાવાદના ડૉક્ટર રૂપિયા 70થી 75 હજારમાં બોગસ ડિગ્રી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં પાંડેસરા પોલીસને સફળતા મળી હતી. બંને ઠગ ડૉક્ટરે આયુષ મંત્રાલય સાથે સંગ્લન હોવાના નામે અંદાજે 1300થી વધારે બોગસ ડિગ્રી વેચ્યાનું પોલીસ સામે કબૂલાત કરી છે. પોલીસે તેમના રહેણાંકમાં તપાસ કરતા તેમની પાસેથી રજીસ્ટ્રેશન ફોર્મ, માર્કશીટ, ડિગ્રી, એપ્લિકેશન ફોર્મ, રીન્યુઅલ ફોર્મ વિગેરાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
બોગસ ડિગ્રી માટે મોડલ તૈયાર:-
બીઈએમએસની બોગસ ડિગ્રી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જીવ જોખમમાં મુકવાનો ખેલ રચનાર ડૉક્ટર રશેષ એને બી.કે,રાવતે બે મોડલ તૈયાર કર્યાં હતા. પહેલા મોડલમાં રૂપિયા 70 હજારમા ડિગ્રી આપતા અને ક્લિનીક ચલાવવાની અને દવા તથા પ્રેક્ટિસની જવાબદારી ડિગ્રી લેનારની રહેતી. જેમાં ડિગ્રી લેનાર પાસે દર વર્ષે રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 1500 અને એસોસિએશન ફી પેટે રૂપિયા 1500ની દર વર્ષે ઉઘરાણી કરતા હતા.
કેવી રીતે સમગ્ર કાંડની પોલ:-
સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધારની ઓળખ સુરત નિવાસી રસેષ ગુજરાતી તરીકે થઈ છે, જે સહઆરોપી બી.કે રાવતની મદદથી નકલી ડિગ્રીઓ આપતો. જાણવા મળ્યું છે કે તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકોને આવી રીતે 1,500થી વધુ બનાવટી ડિગ્રીઓ જારી કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી. જ્યાંથી ક્લિનિક ચલાવતા અનેક આરોપીઓને પકડવામાં આવ્યા હતા.
તેઓ બેચલર ઓફ ઇલેક્ટ્રો-હોમિયોપેથી મેડિકલ સાયન્સ (બીઇએમએસ) સર્ટિફિકેટની બનાવટી ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા હતા, જે ગુજરાતી છે અને અન્ય આરોપીઓની ઓળખ અમદાવાદના રહેવાસી બી કે રાવત તરીકે થઈ છે. હાલ તો પલીસે આ કેસની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં વધુ કાંડ સામે આવે તેવી શક્યતા.
તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ડોકટરોના ક્લિનિક્સમાં કામ કરતા લોકોની ઓળખ કરતી હતી અને તેમને તેમના ક્લિનિક્સ ખોલવા માટે પ્રમાણપત્રોની ઓફર કરતી હતી. 60000 થી80000 ની રેન્જમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં રસ ધરાવતી વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેણે અઢી વર્ષની તાલીમ લેવી પડશે. પરંતુ તે માત્ર એક ઢોંગ હતો કારણ કે કોઈએ ક્યારેય તે તાલીમ લીધી ન હતી.