નસવાડીમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર પહેરાવી પૂર્ણ્ય તિથિ નિમિત્તે શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજ અને દલિત સમાજના અગ્રણીઓ ભેગા મળીને પૂર્ણ્ય તિથિ નિમિત્તે શ્રધાંજલિ અર્પણ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર આજના દિવસે રોજ સ્વર્ગસ્થ થયા હતા.
આજ રોજ એસ.ટી, એસ.સી સમાજનાં લોકો દ્વારા જે બંધારણ છે તે સંપૂર્ણ રીતે લાગુ થાય. આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ માટે જે અધિકારો લખ્યા છે. જેમાં સર્વશ્રેષ્ઠ આદિવાસીઓને આપેલા હક અધિકારી લાગુ નથી કર્યા. જેવા અનુસૂચિ 5, આદિવાસીઓની અલગ એક ગ્રામસભા છે.જે હજુ સુધી સંપૂર્ણ પણે લાગુ કર્યા નથી. તો આ તમામ એસ.ટી, એસ.સી સમાજના અધિકારો લાગુ કરવામાં આવે તેવી સરકારને અપીલ કરવામાં આવી હતી.
આદિવાસી વિસ્તારમાં બંધારણ પ્રમાણ હક લાગુ કરવા માગ
ટીનાભાઈ ભીલ સમસ્ત આદિવાસી પ્રમુખના જણાવ્યા અનુસાર ભારતના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ્ય તિથિ છે તો અને સમસ્ત આદિવાસી સમાજ અને દલિત સમાજના અગ્રણીઓ સાથે પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રધાંજલિ આપી છે.બંધારણ બન્યાના આટલો સમય થઈ ગયો છે છતાં પણ બંધારણે સંપૂર્ણ પણે લાગુ થયું નથી.
જેમાં સર્વશ્રેષ્ઠ આદિવાસીઓને આપેલા હક અધિકારી લાગુ નથી કર્યા. જેવા અનુસૂચિ 5, આદિવાસીઓની અલગ એક ગ્રામસભા છે.ભારતના બંધારણમાં અનુચ્છેદ 13 (3) ક સમાવેશ કરેલો છે. એ ગ્રામ સભાઓને સંપૂર્ણ રીતે માન્યતા આપેલી નથી.જે આદિવાસી સમાજ માંગણી કરે છે.