તારીખ ૭/૧૨/૨૦૨૪ના રોજ એક ન્યુઝ પેપરમાં વન વિભાગ સુરત દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગ અંગેની ટેન્ડરરીંગ નોટીસ આપવામાં આવી છે.. જેમાં માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં દીપડા રેસ્ક્યું સેન્ટર બનાવવા અંગેનું બજેટ પણ મંજૂર થયેલ છે આ યોજના અસરગ્રસ્ત વિસ્તારમાં વ્યાપક ચર્ચા વગર અને સ્થાનિકોના જાણ બહાર ઠોકી બેસાડવામાં આવી છે. અને ગ્રામસભાઓની મંજૂરી લીધા વગરજ આ યોજના શરૂ થઈ ચૂકી છે. માંડવી તાલુકામાં સરકારી શાળાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ખખડધજ હાલતમાં છે એનો વિકાસ કરવાની જગ્યાએ ઉધોગપતિના દલાલો આદિવાસીઓના વન અધિકાર અધિનિયમ 2006ના તથા બંધારણય અધિકારો છીનવવા નીકળ્યા છે.
ટૂંક સમયમાં જળ–જંગલ અને જમીનના અધિકારોની ઉદ્યોગપતિઓને જાળવણી અને વહીવટ સોંપવામાં આવશે અને એના ફાયદા પણ ઉધોગપતિઓના દલાલો બતાવશે કારણકે એમનો મૂળ હેતુજ નફો છે આદિવાસી વિસ્તારની જળ જંગલ અને જમીન અને સંસ્કૃતિ બચાવવી નહિ માટે આપણે સહુ સંગઠિત થઈને એક મજબૂત અવાજ ઉઠાવવો જરૂરી છે આવી અપીલ આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરીએ કરી છે જે સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાઇરલ થઈ રહી છે જેને લઈને માંડવી તાલુકામાં આંદોલનની ચર્ચાએ જોર પકડ્યું છે અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે કોઈ આંદોલન ઉભુ થાય છે કે કેમ એ હવે આવનારા સમય નક્કી થશે