20 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

યુટ્યૂબમાં છવાયેલા ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ


યુટ્યૂબમાં છવાયેલા બિહારના સેલિબ્રિટી ટીચર ખાન સરની તબિયત બગડી ગઈ છે. ડિહાઈડ્રેશન અને તાવ બાદ તેમને પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કાલે જ તેઓ BPSC ઉમેદવારોના આંદોલનમાં સામેલ થયા હતા. ત્યારબાદ આજે (7 ડિસેમ્બર) ખાન સરના ટ્વિટર હેન્ડલથી ફેક પોસ્ટને લઈને ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બરે બિહારમાં 70માં BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં ફેરફારને લઈને ખાન સર વિદ્યાર્થીઓની સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ શનિવાર સવારે તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, 13 ડિસેમ્બરે યોજાનારી BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં ફેરફારને લઈને રાજધાની પટનામાં BPSC ઓફિસની બહાર સેંકડોની સંખ્યામાં ઉમેદવારો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હતા. શુક્રવારના દિવસે પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

એવી માહિતી મળી હતી કે મોડી સાંજે વિદ્યાર્થીઓની સાથે પ્રદર્શન કર્યા બાદ પોલીસે ખાન સરની અટકાયત કરી હતી. જોકે, પોલીસ સ્ટેશનના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા અને તેમને છોડવાની માગને લઈને નારેબાજી કરવા લાગ્યા. જણાવાય રહ્યું છે કે, વિદ્યાર્થીઓ એકઠા થતા પોલીસે ખાન સરને છોડી દીધા હતા.

બીજા દિવસે 7 ડિસેમ્બરની સવારે ખાન સરના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પટના પોલીસે ખાન સરના સ્ટેટસને લઈને સમગ્ર માહિતી પણ મીડિયાને આપી. SDPO સચિવાલયના ડૉ. અન્નૂ કુમારે પુષ્ટિ કરી કે ખાન સરની ધરપકડ થઈ નથી. ખાન સરને કાલે ગર્દનીબાગ પોલીસે અટલ પથ પર ખાન સરના આગ્રહ પર તેમની ગાડી પાસે છોડી દેવાયા હતા. જણાવી દઈએ કે, ફરિયાદ બાદ એવી ચર્ચ થવા લાગી હતી કે ખાન સરની ધરપકડ કરી લેવાઈ છે.

કોણ છે ખાન સર?

ખાન સર દર વર્ષે સમગ્ર બિહારમાંથી પાંચેક લાખ વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય બનાવવા પટના પહોંચાડે છે. સિવિલ સેવા, રેલવે, સેના, બૅન્કિંગ અને એસએસસી જેવી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પટનામાં સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસ છે. ખાન સર પાસે દર વર્ષે અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓ સરકારી નોકરીના કોચિંગ માટે આવે છે. સમગ્ર પટનામાં ‘ખાન સર’નું કોચિંગ સેન્ટર ખૂબજ પ્રખ્યાત છે. ખાન સર બિહારની સ્થાનિક બોલીમાં બાળકોને સમજાવતા ઘણી વખત સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયા છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!