હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતીઓને ધ્રુજારી નાખે તેવી આગાહી કરતા ગુજરાતીઓ તકલીફમાં પડી ગયા છે.. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે જેના કારણે લોકો ઠંડીમાં થથરી જશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે તો માત્ર 72 કલાકમાંજ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી દીધી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમ કે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.
આ ઉપરાંત રાજ્યમાં 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે. જેના લીધે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં 30-31 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાથે 16થી 22 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી પૂરી શક્યતાઓ છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડી ઘટાડો થઈ શકે છે. જ્યારે આગામી 16થી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગરમી પણ પડવાની આગાહી કરવામાં આવી છે.
એટલે કે રાજ્યના લોકોને બેવડી ઋતુનો અનુભવ થવાની પણ શક્યતાઓ વર્તાય રહી છે. જ્યારે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરી કાંતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનામાં તો ભંયકર ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતીઓ સ્વેટર અને ગરમ કપડા પણ તૈયાર રાખજો.
મહત્વનું છે કે, જો રાજ્યમાં કાંતિલ પડશે તો ખૂડૂતોના પાકને નુકસાન થવાની પણ પૂરી શક્યતાઓ છે. ખાસ કારીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ શેરડીની કાપણી બાદ હવે ભીંડા અને ગુવાર અને જુવાર જેવા પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે જો કાંતિલ ઠંડી પડે તો જમીનમાંથી નિકળતા પાકને નુકસાન થવાની શક્યતા છે. આ સાથે જ ભીંડાના ફૂલ પર ઠંડી પડી જાય તો પાક સારી રીતે ઉગી શકે નહીં જેના કારણે ઉપજ પણ ઓછા પ્રમાણે થવાની શક્યતા છે.
તો બીજી તરફ ખેડૂતોએ વાવણી કરેલા ઘઉં અને ચણાના પાકને પણ નકુસાન થવાની શક્તા છે. કારણે કે પાક ઉગવાની તૈયારીમાં છે અને તેજ ઘડીએ કાંતિલ ઠંડી પડે તો પાકનો વિકાસ થતાં અટકી જાય જેથી ખેડૂતોના પાકને નુકસાન તેવી શક્યતાઓ છે.