ભરૂચ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ પાર્ટીના 13 જેટલા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજપારડી પોલીસ મથકના PI.એ.બી ગોહિલે જાતે ફરિયાદી બનીને આ ફરિયાદ દાખલ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મંજૂરી લીધા વગર રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આપ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા રેલીની મંજરી ન આપવા છતાં રેલી યોજતા ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન
ફરિયાદ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે, પોલીસે ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ કર્યો છે. વસાવાએ કહ્યું કે, 30 નવેમ્બરથી જ પદયાત્રા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. અમે પદયાત્રા માટે મંજૂરી માંગતા પત્રો પણ રજૂ કર્યો હતો. છે છતાં પોલીસે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે. “ખોટા ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, રાજપારડીથી ઝઘડીયા સુધી જે પદયાત્રા યોજી હતી. જેની જાણ કલેક્ટર અને SP કચેરીએ જાણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. આ રેલી મૂમાફિયાઓની વિરોધમાં હતી. તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે યોજવામાં આવી હતી. જમીન સંપાદાનો કરવામાં આવે છે તેના વિરોધમાં રેલી યોજી હતી. આ પદયાત્રા દરમ્યાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને પરેશાન નથી કર્યાં.
પી.આઈ ગોહિલને ચૈતર વસાવાએ શું કહ્યુંઃ-
તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. એ વીડિયો અત્યારે તમને આપું છૂ. તમે એમના પર કાર્યવાહી કરો. અમારા પર ખોટી ફરિયાદ કરી અવાજ દબાવાની કોશિષ કરવામાં આવી રહ્યો છે.આ અવાજ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી.
જેલભરો આંદોલન થશેઃ-
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં જેલભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છીએ. એટલે કે આગામી સમયમાં ચૈતર વસાવા મોટું આંદોલન કરવાના મૂડમાં છે. જેમાં ખાસ કરીને તેઓ મૂમાફિયાના સખત વિરોધમાં છે.