ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાના સામાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 25 જેટલા IPS અધિકારીઓની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરી IPS અધિકારીઓની બદલીને લઈને જાણકારી આપવામાં આવી છે.
એક સાથે 25 IPS અધિકારીની બદલી
ગુજરાત ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, ગાંધીનગરના CID ક્રાઈમ અને રેલવેના અધિક પોલીસ મહાનિદેશક IPS ડૉ. એસ. પંડિયા રાજકુમારની બદલી કરીને ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશકના સંવર્ગ પદ પર નિમણૂક કરવામાં આવી છે.
IPS ડૉ. શમશેર સિંઘનો આગામી આદેશો સુધી અમદાવાદના એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક પદનો વધારાનો હવાલો યથાવત્ રહેશે. જ્યારે અમદાવાદ સિટીના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ IPS અજય કુમાર ચૌધરીની બદલી ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ, મહિલા સેલના અધિક પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જાણો કોની બદલી ક્યાં કરવામાં આવી?
- બદલીની વિગતે વાત કરવામાં આવે તો, વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ માટે એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક કરાઈ છે.
- એમ.એલ. નીનામાને વડોદરા સિટીથી બદલી કરીને IGP સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરમાં નિમણૂક કરાઈ છે.
- રાજકોટ રૂરલમાંથી બદલી કરીને જયપાલસિંહ રાઠોડને અમદાવાદ શહેરના એડિશનલ સીપી તરીકે નિમણૂક કરાયા છે.
- સંજય કરાટને એન્ટી ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ ગાંધીનગરમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે.
- ડૉ. સુધીરકુમાર દેસાઈ ઈન્ટેલિજન્સ ગાંધીનગરમાં એસપી તરીકે નિમવામાં આવ્યા છે
- રવિન્દ્ર પટેલની પાટણથી બદલી કરી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે.
- હિમકરસિંહને અમરેલી એસપી પરથી બદલી કરીને રાજકોટ રૂરલના એસપી તરીકે મોકવામાં આવ્યાં છે.
- બલરામ મીનાને અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસપીના પદ પરથી બદલીને અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી તરીકે નિમવામાં આવ્યા.
- હિમકરસિંહને અમરેલી એસપી પરથી બદલી કરીને રાજકોટ રૂરલના એસપી તરીકે નિમવામાં આવ્યા છે.
- ઉષા રાડાને SRPF મુદેટી સાબરકાંઠા પરના પદ પરથી બદલી કરીને વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે.