સુરત શહેરમાંથી ફરી એકવાર ભાજપના વધુ એક સક્રિય કાર્યકરનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયામાં સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે એક સુંદરી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોની લોક સમાચારની ટીમ પૂષ્ટિ કરતું નથી. ભાજપ કાર્યકર પોતે તો સુદરી સાથે ઠુમકા તો મારી રહ્યો છે. પરંતુ સાથે-સાથે જાણે કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ હાથમાં રિવોલ્વર લઈ ડાન્સ કરી રહ્યો છે. અત્યારે આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છેકે સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો સગો ભાઈ હોવાની વિગતો પણ સામે આવી. જે વાત સામે આવતા આ વાયરલ વીડિયોથી અનેક ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ગઈકાલે ભાજપના કાર્યકર્તા ઉમેશ તિવારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉમેશ તિવારી હાથમાં બંદુક રાખી સરા જાહેરમાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનામાં બે લોકોને ફાયરિંગ કરતા ઈજાઓ થઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી સરાજાહેરમાં વરધોડો પણ કાઢ્યો હતો. પરંતુ જે રીતે ભાજપના કાર્યકરોના વીડિયો સામે આવી રહ્યા છે. તેના પરથી લાગે છે કે આ ભાજપ કાર્યકરોને કાયદોનો બિલકુલ ડર રહ્યો નથી. ક્યાંથી પછી પાર્ટીના જોરે કોઈપણ કાંડ કરતા પહેલા ગભરાતા નથી.કે પછી અન્ય કારણો છે
મહત્વનું છે કે સુજીત ઉપાધ્યાયનો સુંદરી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ શું કાર્યવાહી કરે છે તે સૌથી મોટો સવાલ છે. કે પોલીસ આ મામલે પણ ભીનું સંકેલી લઈ છે. કાર્યકર કોઈપણ પાર્ટીનો હોય સામાન્ય જતના તેની પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખતી હોય છે. પરંતુ આ રીતે ગંદી બાતનો વીડિયો સામે આવી જાય તો સામાન્ય જતના કાર્યકર્તાઓ પાસે શેની અપેક્ષા રાખે તે પણ સવાલ છે ? સાથે જ પાર્ટી પણ આવા નેતાઓને કેમ રાખે છે તે પણ સવાલ છે ?