ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં હાઈવે પર એક કન્ટેનર અને મેજિક ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત હતા. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સિકંદરરાવ રોડ પર જેતપુર ગામ પાસે થયો હતો. હાથરસમાં મેજિક (પેસેન્જર વ્હીકલ) અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ કરૂણ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત 6 લોકોના જીવ લીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મેજિક કારમાં લગભગ 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મૃત્યુઆંક વધવાની પણ શક્યતાઓ છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સીએમ યોગીએ અકસ્માતની નોંધ લીધી
સીએમ યોગી આદિત્યનાથે હાથરસના મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે ઘાયલોને જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
સીએમ યોગીએ આ અંગે ટ્વીટ કર્યું કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે.
ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્યમાં લાગેલા છે. મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે.