ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ આ રૂપિયા જે-તે વિભાગના જવાબદાર અધિકારીઓ અથવા તો કામગીરી કરનાર એજન્સી લાખો-કરોડો રૂપિયા ચાઉં કરી જતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિકાસ તો થતો અટકી જાય છે. આ ઉપરાંત નાનુ-મોટું કામ કરવામાં આવે છે તેમા પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ડેડીયાપાડા તાલુકાની પાટડી અને ઈન્દ્રાવી તેમજ અન્ય ગામોમાં બનાવામાં આવેલી આંગણવાડી કેન્દ્રોને રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને આ ભ્રષ્ટાચાર માટે ડેડીયાપાડા તાલુકા પંચાયત અને એજન્સીઓની મિલિ ભગતથી થયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે ડેડીયાપાડા તાલુકામાં અત્યારે જ્યાં પણ કામગીરી કરવામાં આવી છે. ત્યાં આંગણવાડીઓની તૂટેલી બારીઓને કલર કરી મૂકી દેવામાં આવી છે. તેમજ આંગણવાડી કેન્દ્ર પર જે ટાંકીઓ મૂકવામાં આવી છે. તેમા પણ પાણી આવતું નથી. સાથે જ આંગણવાડી કેન્દ્ર પર જે પાણીની ટાંકી મૂકવામાં આવી છે. તેમાંથી પાઈપ દ્વારા પાણી નીચે નળમાં આવતું નથી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે જે ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યા છે તે પણ યોગ્ય નથી. સાથે જ બારી-બારણા પણ સડી ગયા છે જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેવી શક્યતાઓ આંગણવાડીના દ્રશ્યો પરથી લાગી શકે છે.
સરકારના રૂપિયા કોણ ખાય ગયું ?
ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ રૂપિયાનો યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવતો નથી. જેનું ઉત્તમ ઉદાહરણ પાટડી અને ઈન્દ્રાવી આંગણવાડી કેન્દ્ર પરથી સાબિત કરી શકાય તેમ છે. કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા માટે ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ બાળકોને પાયાની જરૂરિયાત માટેની આંગણવાડી કેન્દ્રો શોભાના ગાંઠીયા સમાન કલર ચોપડી દેવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચાર મુદ્દે ઉચ્ચ અધિકારીઓ કરશે તપાસ ?
આંગણવાડી કેન્દ્રમાં થઈ રહેલા ભ્રષ્ટાચારમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે કેમ ? કે પછી દર વખતની જેમ કાગળિયા ઉપર બિલો પાસ કરી વહીવટી તંત્ર એજન્સીઓ સાથે મિલીભગતની રમત રમશે એ જોવું મહત્વનું છે. સાથે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે જવું મહત્વનું છે ?