એવી કહેવાત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખા ન મરે અને આ કહેવાત અમદાવાદમાં ફરી એકવાર સાચી પડી છે. કારણ કે રાજ્યના કોઈપણ જિલ્લામાંથી દરરોજ કોઈકને કોઈક જગ્યાએથી ACBની ટીમ લાંચિયા અધિકારીઓની ધરપકડ કરે છે. આ વખતે પણ એવું જ કંઈક બન્યું છે. અમદાવાદ જિલ્લામાં સમગ્ર ઘટના પર નજર કરીએ તો,,,
શું છે સમગ્ર ઘટના :-
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. સરકારી વકીલની સાથે અન્ય વ્યકિતની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં મેટ્રો કોર્ટના વકલી સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ રૂપિયા લેતા ઝડપાયા છે. ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવા જતા આ લાંચિયોને ACBની ટીમે ઝડપી પાડી રૂપિયા ગણવાની જગ્યાએ જેલના સળિયા ગણતા કરી દીધા છે. લાંચિયો સરકારી વકીલ અને તેમની ટીમ નરોડા મામલતદાર ઓફિસની સામે ઝેરોક્ષની દુકાનમાં લાંચ લેવા ગયા હતા તે દરમ્યાન ACBના સકંજામાં આવી ગયા.
ફરિયાદીએ કઠલાલ સિવિલ કોર્ટમાં દાવો કર્યો:-
ફરિયાદીની વાત માનીએ તો ફરિયાદીએ કઠલાલ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા રૂપિયાની માંગણી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. લાંચિયા સરકારી વકીલે ફરિયાદી પાસેથી રૂપિયા 50 લાંચની માંગણી કરી હતી. જે 50 લાખમાંથી 20 લાખ રૂપિયા એડવાન્સ આપવાનું નક્કી થયું હતું. જ્યારે અન્ય બાકીના રૂપિયા મનાઈ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી કરાયું હતું. જે 50 લાખમાંથી 20 લાખ સરકારી વકીલને આપવા જતા ACBએ ઝડપી જેલના પાંજરે પૂર્યા છે.
આ ઘટનામાં સરકારી વકીલે તેના અન્ય વકીલ મિત્રને લાંચની રકમ લેવા માટે જણાવ્યું હતું. જેથી વકીલ અન્ય વ્યક્તિ પાસે લાંચ લેવા જતા ઝડપાય ગયા હતા. મહત્વનું છેકે રૂપિયાની લાલચમાં સરકારી વકીલે પોતાની ઈજ્જત ગુમાવાનો વારો આવ્યો છે. જ્યારે તેમની સાથે જી સર, જી સર, કહેતા અન્ય વકીલને જેલમાં જવાનો વારો આવ્યો છે.
કોણ છે ACB:-
રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી. લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે