20 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ઇઝરાયેલની સેનાએ તબાહી મચાવી..હુમલામાં આટલા પેલેસ્ટાઈનના મોત


ઈઝરાયેલની સેનાએ ગાઝામાં તબાહી મચાવી રાખી છે. તાજેતરના હવાઈ હુમલામાં મધ્ય ગાઝાના જુદા જુદા વિસ્તારોમાં 16 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ પહેલા દેઇર અલ-બાલાહમાં શરણાર્થી શિબિરમાં થયેલા હુમલામાં બાળકો સહિત એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. હુમલા સમયે સમગ્ર પરિવાર સૂતો હતો. ત્યારે ઈઝરાયેલ સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી મહમૂદ ફયાદે કહ્યું, “મધ્યરાતે અમે જોરદાર વિસ્ફોટના અવાજથી જાગી ગયા. અમે જોરદાર ચીસો સાંભળીને દોડ્યા. અમે જોયું કે ઘણા લોકો માર્યા ગયા હતા. પતિ સહિત એક આખો પરિવાર માર્યો ગયો હતો.” તેની પત્ની અને તેના બાળકો માર્યા ગયા હતા.” અલ જઝીરાના અહેવાલ મુજબ આ હુમલાઓમાં ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એ જ રીતે બુરીજ કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. જેમાં 6 બાળકો અને એક મહિલાના મોત થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે અલ અક્સા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલ-અક્સા હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રવિવારે થયેલા અન્ય હુમલામાં 5 લોકો માર્યા ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ચાર લોકો એક જ પરિવારના હતા. ઈઝરાયેલની સેનાએ નુસીરત શરણાર્થી કેમ્પમાં એક તંબુને નિશાન બનાવ્યો હતો.

ગાઝામાં ઈઝરાયેલી સેનાના હુમલા ચાલુ છે. મૃત્યુઆંક પણ વધીને 45 હજાર 600ને પાર કરી ગયો છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે હુમલો કર્યો હતો, જેમાં 1200 ઈઝરાયેલ અને અન્ય દેશોના લોકો માર્યા ગયા હતા. 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 100 હજુ પણ હમાસની કેદમાં છે. તેમની મુક્તિ અને યુદ્ધવિરામની સતત માગણીઓ થઈ રહી છે. જો કે, આની શક્યતાઓ ખૂબ જ પાતળી દેખાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે લેબનોનમાં યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ વિસ્થાપિત લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લોકો ખુશીથી નાચતા અને ગાતા જોવા મળ્યા હતા. મહિનાઓ સુધી બોમ્બમારો હેઠળ ડરમાં જીવ્યા પછી, જ્યારે અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થી બાદ ઈઝરાયેલ અને લેબનોન તરફથી યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે લોકોના ચહેરા પર ખુશી દેખાઈ. જોકે, તેલ અવીવમાં વિસ્થાપિત લોકોએ વિરોધ કર્યો હતો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!