રાજ્યમાં નકલીની ભરમાર યથાવત જોવા મળે છે. કારણે કે બોગસ પોલીસ, બોગસ ડૉક્ટર, બોગસ કોર્ટ, બોગસ સ્કૂલ, બોગસ કચેરી, આ બધાં વચ્ચે વડોદરા જિલ્લામાંથી બોગસ ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ખેડૂત ભંવરલાલ સામે કરજણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે બોગસ ખેડૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના :-
વડોદરા જિલ્લાના કરજણ પોલીસે ભંવરલાલ નામના શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા મહાશય પર બોગસ ખેડૂતનો સિક્કા લાગ્યો છે. જેથી પોલીસે આ શખ્સની ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. પકડાયેલા મહાશય સામે ખૂદ કરજણના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. મામલતદાર ઉપરાંત વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આ મામલ રજુઆત કરી હતી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા કલેક્ટરને બોગસ ખેડૂતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમજ પકડાયેલા શખ્સે 25 વર્ષ અગાઉ કરજણનાં છોંછવા ગામે જમીન પણ ખરીદી હતી. અને આ જમીન પણ બોગસ દસ્તાવેજના આધારે જ ખરીદી હતી.
જિલ્લા પોલીસ વડાનું નિવેદન:-
આ સમગ્ર બનાવ મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, કરજણ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસની ટીમે તપાસ કરી હતી. જેમાં ભંવરલાલ ગૌરની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે આ શખ્સની અટકાયત કરી ઝીણવટ પૂવક તપાસ હાથ ધરી છે.