વિકસિત ગુજરાતને શર્મસાર કરતી ઘટના ફરી ગુજરાતમાં બની છે. આ ઘટના પરથી સાબિત કરી શકાય છે કે, ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે. ગુજરાતના ગામડાઓમાં કેટલો વિકાસ થયો છે. કારણ કે આવી ઘટનાઓ આની પહેલા પણ સામે આવી ચૂકી છે. અને આગામી સમયમાં પણ આવી ઘટનાઓ બનવાની છે તેમાં કોઈ બે મત નથી. આગળ પણ આવી ઘટનાઓ એટલા માટે બનશે એવું એટલા માટે કહેવાય છે કારણે કે, ગુજરાતના લોકોને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને આઝાદીના આટલા વર્ષો વિતવા છતાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. અને જેના કારણે જ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
શું છે સમગ્ર ઘટના:-
સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો નર્મદાના ચાપટ ગામેથી ગર્ભવતી મહિલાને ઝોળીમાં ઉચકીને લઈ જવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાપટ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી ગર્ભવતી મહિલાને ઝોળીમાં લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા હતા. ગર્ભવતી મહિલાને બે લાકડા સાથે સાડીની ઝોળી બનાવી તેમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમ્યાન જંગલ અને પગપાળા રસ્તા વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ચાપટ ગામના ચાપટ ફળિયામાં 10 કિલોમીટર સુધી કોઈ રસ્તો ન હોવાથી વાહનો ગામમાં આવી શકતા નથી જેના કારણે સ્થાનિકો ગર્ભવતી મહિલાને ઝોળીમાં ઉચકીને લઈ જવા મજબૂર બન્યા છે.
મહત્વનું છેકે,થોડા સમય પહેલા છોટાઉદેપુરના તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસુતાનું મોત થયું હતું. જેને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો અરજી કરાઈ હતી.. હાઈકોર્ટે અરજીને લઈને ફટકાર પણ લગાવી હતી.. ગામની સુવિધાઓમાં વધારો કરવાનું કહ્યું હતું. પરંતુ આજે ફરી આવી ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં હલચલ મચી ગયો છે.
ઘટના મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન:-
ચૈતર વસાવાએ આ બનાવ મુદ્દે કહ્યું દેશમાં ગુજરાત મોડેલની મોટી-મોટી વાતો કરનારી આ ગુજરાત સરકારને ખબર પડીએ જોઈએ કે, આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તાવિકતા છે. જ્યાં સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમમાં બનાવી છે. તેજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંદાજે 10 કિલોમીટર ચાપટ ગામ છે. ત્યા આવી ઘટના બની છે. આ વિસ્તારમાં આજે પણ શિક્ષણનો પ્રશ્નો છે.રોજગારીનો પ્રશ્નો છે. રોડ રસ્તાનો પ્રશ્નો છે. તેના પર સરકારે વિચાર કરવાની જરૂર છે.