સમસ્ત ખ્રિસ્તી સમાજ તાપી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવેલી માહિતી અનુસાર ખ્રિસ્તી સમાજના વિવિધ ચર્ચોમાં નાતાલની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ નાતાલનો તહેવાર શાંતિપૂર્ણ તથા સામાજિક સદભાવનાથી ઉજવાય તેવું સમસ્ત ખ્રિસ્તી સમાજ ઈચ્છે છે. તેમજ આ કાર્યક્રમ માટે ખ્રિસ્તી સમાજને પરવાનગી તથા સલામતી આપવામાં આવે તે માટે તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી. નાતાલનો આ પવિત્ર તહેવાર તારીખ 24/12/24થી તારીખ 01/01/25 સુધી ઉજવવામાં આવનાર છે.
નાતાલ એ અમારી આસ્થાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. જે આનંદ, શાંતિ અને સંવાદિતાનું પ્રતિક છે. અમારી ઉજવણીમાં પ્રાર્થાના, ગીતો, સંગીત, નાતાલ અંગેના સંદેશાઓ તથા સમુદાયના મેળાવડાઓ જેવી પ્રવૃતિઓનો સમાવેશ થશે. આ કાર્યક્રમો ધર્મ, જાતિ અને પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને જોડવાનો પ્રયત્નો કરે છે. આ કાર્યોક્રમો દરમ્યાન તમામ કાયદાકીય અને નાગરિક નિયોમોનું પાલન કરવામાં આવશે. અમે પાર્કિંગ, વેસ્ટ મેનેજેન્ટ અને અવાજ નિયંત્રણ જેવા મુદ્દાઓ પર સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીશું. જેથી સામાન્ય લોકોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. જાહેર કાર્યોક્રમોની સંવેદનશીલતા અને સહભાગીઓની સલામતીની ખાતરી કરવામાં આવે જેનાથી કોઈપણ અપ્રિય ઘટાનાને રોકવામાં મદદ મળશે.
અને સમાજમાં સલામતીની ભાવના અને સમાવેશને મજબૂતી મળશે. એક જવાબદાર નાગરિકો તરીકે અમે ભારતના બંધારણનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ.. અને અન્ય ધર્મો અને માન્યાતાઓને અધિકારોનું સન્માન કરીએ છીએ. અમારા કાર્યક્રમો ભારતના બંધારણની કમલ 19(1) B શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર અને કમલ 25 (ધર્મની સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ છે. અમારો ઉદેશ્ય કોઈપણ પ્રકારનો મતભેદ કે અશાંતિ પેદા કરવાનો નથી. પરંતુ આ કાર્યક્રમો દ્વારા સમાજમાં શાંતિ અને સોહાર્દને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.