થોડા સમય પહેલા મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલા લજાઈ નજીક હોટલમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે બનાવમાં પીઆઈ અને કોન્સ્ટેબસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પીઆઈ આર.બી.ખાંટ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. જે ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. જુગારધામ પર રેડ કરી 51 લાખની રકમની માંગણી કરાઈ હતી. તે રકમ સ્વીકારતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટલમાં રેડ કરી 65 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 9 આરોપીઓને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા.
જુગારધામની રેડ બાદ કમ્ફર્ટ હોટલમાં એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હોટલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સમગ્ર મામલે તપાસ કર્યાં બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઇ વાય.કે ગોહિલની અરવલ્લી જિલ્લામાં અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરી દીધા બાદ તેમની સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છેકે, રેડ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી અને ટંકારાના પીઆઈ વાય કે ગોહિલે અંદોર અંદર સેટિંગ કરી સમગ્ર મામલો પતાવી દેવાની પણ ગણતરી હોવાની લોક ચર્ચા સામે આવી હતી. તેમજ પકડાયેલા જુગારીઓ પાસેથી 65 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર કેસ કરવા ન કરવા તેના માટે પણ મોટા પાયે સેટિંગ ડોમ કરવાની ગણતરી હોવાની વાત સામે આવી હતી. જે બાદ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીએ તપાસ કરી પી.આઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ તેમને જિલ્લામાથી બીજા જિલ્લામાં નોકરી આપવામાં આવી છે.
તોડકાંડ મુદ્દે કાંતિ અમૃતિયાનું નિવેદન:-
મોરબી જુગારધામ તોડકાંડ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, આ ગુનામાં સંડોવાયેલા પોલીસ હોય કે અધિકારીઓ ખોટું નહિ ચાલે. “હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપુ છું” “હવે ખોટું ચાલશે પણ નહિ અને ચલાવવા માંગતા પણ નથી. આ ઘટના બાદ જિલ્લાના અન્ય પોલીસ કર્મીઓ પણ હડકંપ મચી જવા પામ્યો છે.