ડેડિયાપાડા તાલુકાની સંસ્કાર વિદ્યાલયે ગરૂડેશ્વર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રદર્શન માટે શાળાના વિદ્યાર્થીઓ વસાવા મહેક, વસાવા શ્રેયાંશી અને વૈષ્ણવ ધ્વનિએ સહાયક શિક્ષક નિલેશભાઈનાં માર્ગદર્શન હેઠળ “મિલેટ્ઝ (ધાન્ય) પ્રોજેક્ટ” રજૂ કર્યો હતો, જે ખાસ શ્રેષ્ઠતા સાથે પસંદ થયો.
પ્રોજેક્ટના ભાગરૂપે શાળાના તમામ શિક્ષકમિત્રોએ ભિન્ન ભિન્ન ધાન્યમાંથી વાનગીઓ તૈયાર કરી પ્રોજેક્ટને વધુ પ્રભાવશાળી બનાવવામાં સહકાર આપ્યો હતો. આ સફળતાથી રાજ્ય લેવલ સુધી પહોંચવાની તક મળવાથી શાળા માટે ખાસ ગૌરવનો ક્ષણ છે.
શાળા ટ્રસ્ટી શ્રી ધનંજય શાહ, હિતેશભાઈ દરજી (એડવોકેટ), આચાર્ય શ્રી મેહુલ પરમાર, શાળા પરિવારના શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓએ આ અભૂતપૂર્વ સફળતાના અવસરે વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
શાળાએ આ સફળતા પ્રાપ્ત કરી શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની દિશામાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.