રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી EDની નકલી ટોળકીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.. આ બધાં વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વિટ બાદ મામલો વધુ ગરમાયો છે.. હર્ષ સંઘવીએ X પર ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ઈડીની નકલી ટોળીનો સૂત્રધારા AAPનો નેતા હોવાનું ટ્વિટ કર્યું હતું…આ કેસમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતાનું મોટું કારનામું હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગુજરાત આપના નેતાઓ ભડક્યા છે. અને હર્ષ સંઘવીના ટ્વ્ટિને રિ-ટ્વિટ કરી આપ નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટર પર કર્યાં સવાલ કહ્યું ભાજપના સાંસદ અને પોલીસ સાથેનો આરોપીનો ફોટો ટ્વીટ કરી સંઘવીને કર્યા સવાલ.. આરોપીના ભાજપના સાંસદ સાથે શું સબંધ છે એ ખુલ્લાસો આપે હર્ષ સંઘવી.. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી..
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખોટું ટ્વિટ કરીને કહ્યું કે નકલી ED અધિકારી આપ કાર્યકર્તા છે આ વાત તદ્દન પાયાવિહોણી છે
ગુજરાતમાં ભાજપના રાજમાં એવું કંઈ જ બચ્યું નથી જે નકલી ના હોય. સરકારી કચેરીઓ અને નકલી PMO સુધી બધું નકલી
આ બધા મુદ્દે હર્ષ સંઘવી કઈ જાહેરમાં ચર્ચા કરશે? @isudan_gadhvi pic.twitter.com/Oo8j3OvE6t— Gujarat National tv (@GujaratTv) December 14, 2024
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું ?
તો આ તરફ આપ નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગૃહમંત્રી થઈને ટ્રોલની જેમ ટ્વિટ કરીને મોટી-મોટી ફાંકાફોજદારી કરવાના બદલે ચર્ચા કરવા આવો. અગાઉ પણ આઠ-પાસ ઠોઠ મુદ્દે ડિબેટની ચેલેન્જ મારીને ભાગી ગયેલા છો.. ઓ તો આ વખતે કચ્છમાં પકડાયેલા નકલી ઈડી ટીમ બાબતે આપણે જાહેરમાં ડિબેટ કરી લઈએ. ભાગવાની જરૂર નથી, સામે આવો ચર્ચા કરીએ. ઈટાલિયાએ વધું કહ્યું કે, તમે રાજ્યના ગૃહમંત્રી છો રેલ્વે સ્ટેશન પર બેઠલા ટપોરી નથી.. કે બસ સ્ટેશનની બહાર આટાં મારતા ટપોરી નથી. તમે તો ગૃહમંત્રી છો ભાઈ.. ફરી એક વખત હર્ષ સંઘવીને કહેવા માગું છું ભાગો નહીં.. ચેલેન્જ સ્વીકારો.. જાહેરમાં આવો અને ડિબેટ કરીએ.. અને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા સામે ખુલ્લો પાડો..
હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહી.
ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાના બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલ્યા આવો.
કચ્છની નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટીને Expose કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે. https://t.co/EO5xNZpEoy pic.twitter.com/uS34OdKt09
— Gopal Italia (@Gopal_Italia) December 13, 2024
તેમણે અન્ય એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ટ્વીટ કરીને, ટીવી પાછળ છુપાઈને બીજા ઉપર કીચડ ઉછાળવું એ ગલી મહોલ્લાના ટપોરી કે ટ્રોલરીયાનું કામ છે, ગૃહમંત્રીનું નથી. ગૃહમંત્રી પાસે પુરાવા હોય અને સાબિતી હોય તો સામે બેસે, સાથે મળી સાથે ડિબેટ કરે અને મને જાહેરમાં ખુલ્લો પાડે. ટીવીનો પાછળ છુપાઈને ફાંકાફોજદારી કરવાના બદલે સામે આવો સંઘવી શેઠ, ડિબેટ કરો, જાહેરમાં મારી સાથે ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. જો હર્ષ સંઘવી ગોપાલ ઈટાલીયા સાથે જાહેરમાં ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું રાજકારણ છોડીને આજીવન ખેતી કરીશ.